Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
1
- -
૧
૨૯૬
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ આ દહેરું કે દીકરો? દુનિયાદારીમાં સંતતિ આગળ આગળ મીંડાં મૂકતી જવાની છે. તેમને વધારેમાં વધારે પાંચ કે સાત પેઢીનાં નામે યાદ હશે. એથી આગળની પેઢીનાં નામે કેઈને યાદ નહીં હશે. પિતાના વડવાને અંગે આગળ મીંડા મૂકતા જાય છે. બે ચાર પાંચ પેઢી સુધી યાદ રાખે. પુત્રને અંગે નામ રાખવાનુ રાખી એ પણ સંતતિ તે આગળ મીંડાં મૂકતી જ જવાની. જે ધર્મનું કાર્ય છે, તે કાર્ય એવું છે કે જેમાં મીંડું મૂકવાનું નથી. વિમળશાહ જેવા બાહોશ પહેલાં કેદ થયા નહિ હોય? વિમળશાહને આજે બધા શાથી યાદ કરે છે? “દહેરૂં કે દીકરો એ એમાંથી એક વસ્તુ મળશે” એમ જયારે દેવતાએ કહ્યું, ત્યારે વિમળશાહે કહ્યું, કે દેહરૂં ન થાય તે માટે દીકરે ન જોઈએ. અહીં વિચારજે ! આપણે તે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો” આવા શબ્દો બેલી નાખીએ છીએ. પણ આસ્તિકના મુખમાં આવા શબ્દો ન શોભે.
પુણિયે શ્રાવક આપણે તે પેટે પાટા બાંધી સાધર્મિક ભકિત કરનારા શ્રાવકે.” આપણાથી એવા શબ્દ બેલાય જ નહિ. પણિયા શેઠ શાથી પંકાયા? સાડાબાર દોકડા એટલે માત્ર બે આનાની પુંછ. રૂની પણ બે આનાની લાવી, સુતર કાંતીને તેના મજુરીના બે આના મેળવે. તેમાંથી દરરોજ એક સાધર્મિકને જમાડે. એક દિવસ પિતે ઉપવાસ કરે, બીજે દિવસે પુણિયા શેઠની સ્ત્રી ઉપવાસ કરે. પરંતુ સાધર્મિકને દરેજ બેલાવીને આદરપૂર્વક ભકિત કરે. આ સ્થિતિ પુણિયા શ્રાવકની શ્રેણિક મહારાજાએ જ્યારે સાંભળી, ત્યારે બજારમાં વેપારીઓને કહેવરાવ્યું કે “પુણિયા શ્રાવકને માટે પુણને ભાવ ઓછો રાખવે, ને તે સુતર વેચવા આવે તે વધારે ભાવ આપે, છતાં પુણિયે શ્રાવક એ લાભ લેતું નથી. ચાલુ બજાર ભાવે જ લે વેચ કરે છે. મતનું ન જોઈએ. દરરોજની કમાઈ માત્ર સાડા બાર દોકડા જ. તેમાં અધ કમાણી દરરોજ સાધર્મિક ભક્તિમાં. માટે આપણે તે પેટે પાટા બાંધી સાધર્મિક ભક્તિ કરનારા,