Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
ધર્મરત્ન પ્રકરણ
૩૦૩
***
હવે માબાપે ભરમાવવા કહેલી કલ્પનાની વાત મેટું સ્વરૂપ પકડે. ખરેખર માતા પિતાજી કહેતા હતા, તે વાત સાચી તે નહીં હોય? ન જવા દેવા માટે કહેલાં વાએ અહીં ઘેરો ઘાલ્ય કે ચિન્તામણી વસ્તુ શું જગતમાં હશે જ નહિ? ભાગ્યશાળીને કાંટો વાગે તે નીકળી જાય, અને નિગીને કાંટો વાગે તે પાકે કે અંદર સડો પેદા થાય, યાવત્ જિંદગીને.
પણ અંત લાવનાર થાય. અહીં જયદેવ ભાગ્યશાળી છે. તેને પિતાજીએ કહેલાં વાળે અસર કરે છે, પણ તરત નીકળી જાય છે. ભલે મને તે રત્ન ન મળ્યું પણ વસ્તુ તે છે જ, ચિન્તામણિનું લક્ષણ રત્નશાસ્ત્રમાં છે. શાસ્ત્રકારોએ કહેલી વાત ખોટી ન હોય, આમ કાંટે નીકળી ગયે. ભાગ્યશાળીને પાનકાળ લાંબે વખત ન રહે. નીચે પડેલે દડે જેટલા જોરથી પર્યો હોય, તેથી ડબલ ઉછળે છે. તેમ આથડેલે મનુષ્ય જબરજસ્ત ઉદ્યમ કરે.
જે રૂશીઆ જાપાન સાથે લડવામાં છ મહીના ન ટકયું, તે હારીને તૈયાર થયું, ત્યારે જર્મની સાથે ચાર વરસ ટક્કર લીધી, અને જર્મનીને હરાવ્યું. પહેલવહેલે ઉદ્યમ કરતાં અથડાય ત્યારપછી તે ચીજ માટેને ઉદ્યમ વિચિત્ર જ હોય છે. હવે જયદેવ અત્યંત વેગથી ચારે બાજુ મુસાફરી કરવા લાગ્યું ઘણું ઘણી મણિની ખાણમાં પ્રવાસ કરે છે. પૃચ્છા કરે છે એમ આગળ આગળ મુસાફરી લંબાવે જ રાખે છે.
સજજનને સમાગમ અને ચિતામણુિના દશન.
એમ કરતાં કેઈક વૃદ્ધ પુરુષને સમાગમ થ. બધી હકીક્ત જણાવી એટલે એ વૃધ્ધ જયદેવને કહ્યું: “અહીં નજીકમાં મણિવતી નામની ખાણ છે. પરંપરાથી એમ કહેવાય છે કે ત્યાં ચિન્તામણિ છે, પણ જે ભાગ્યશાળી હોય તે જ ત્યાં ચિન્તામણિ પામે. જ્યારે આ વાત સાંભળી, ત્યારે જેમ નાનું બાળક ત્રીજે માળે હોય, અને નીચેથી સાંકળ ખખડે કે મા આવી લાગે, કે માને ઝંખતે હોય છે, ત્યારે અવાજ માત્રથી સાત્ત્વન થાય. તેમ આ વૃદ્ધનું વાકય સાંભળી જયદેવને આનંદનો પાર ન રહ્યો. તે ખાણમાં ગયે, ત્યાં ઘણું રત્ન દેખે છે. સતત ખેળ કરવાની ચાલુ રાખી. એટલામાં એક રબારીને લેટે થયે. તેના હાથમાં એક બે લયસ્થર છે. તે સ્થિર જીવની નજરે પડશે. તપાસ કરી તે શાભરમાં