Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૩૪ મું
૨૫૫
ચાર ગણવાના હોય તેના હિસાબ ગણીએ પણ કલ્યાણને હિસાબ શી રીતે ગણવો? જેને જે ચીજ મળેલી હોય તે મળેલી ચીજની મેંઘવારી કેટલી છે તે તે સમજવું કે નહિ ? તને કઈ ચીજ મળી છે તેનું ધ્યાન દે. મનુષ્યપણું તને મળેલું છે તે કેટલું મોંઘું છે? આપણને એ મેવું દેખાતું નથી ?
પાદશાહને ખાજાને ભૂકકો ખાતરમ નાખવાને હતા. પાદશાહ ગર્ભથી શ્રીમંત, તેને ખાજાના ભૂક્કાને હિસાબ કેટલે? પણ જ્યારે પાદશાહ પિતાની એકની દષ્ટિ ન રાખતાં જગતની દષ્ટિએ તપાસે તે તેને માલૂમ પડે કે ખાજાને ભૂકો નકામે કે સહેલું નથી. તેમ મનુષ્યપણામાં આવ્યા પછી સમજણવાળા ને યાદ દાસ્તીવાલા છીએ. એટલે આપણને મનુષ્યપણાની કિંમત થઈ નથી. પાદશાડ જગત્ની દષ્ટિએ જુએ તો ખાજાના ભૂકાની કિંમત માલૂમ પડે. તેમ આ જીવ પિતાની દષ્ટિએ મનુષ્યપણું જુએ તે તેની કિંમત તેને માલુમ ન પડે, કારણ કે દુનિયામાં પાંદડાં, માં, કીડી, કૂતરા, બિલાડા બધાએ જીવે છે, છતાં તમે મનુષ્ય થયા અને એ મનુપ કેમ નહીં? પાંદડાં-ફળ -ફૂલ એ અપેક્ષાએ મનુષ્ય મુઠ્ઠીભર પણ નથી, તે પછી મુઠ્ઠીભર જેટલા જ મનુષ્ય કેમ? તે ઉપર બતાવેલા જે મનુષ્ય કેમ ન થયા ? તેનું કારણ તપાસ્યું ? કહો, તે સંબંધી આખી જિંદગીમાં વિચાર સરખે પણ કર્યો છે કે એ પણ જીવ છે અને હું પણ જીવ છું. એને મનુષ્ય પણું ન મળ્યું અને મને મનુષ્યપણું મળ્યું તેનું કારણ શું ? મળેલી મિલક્તના કારણ તપાસવા નથી તે પછી મનુષ્યભવની મેંઘવારી શી રીતે સમજવાને? તે નથી સમજ્યો તે પછી રક્ષણ શી રીતે કરવાનો ? જે છેકરાને હાલતાં ચાલતાં બે-આના મળતાં હોય તેને એક આને ખવાય તેને હિસાબ નહીં, પણ ત્રણ દહાડા રૂવે ત્યારે એક પેસે મળે, તેવાને એક આને બેવાય તે બિચારે રૂવે છે. આથી મુશ્કેલી સમજે ત્યારે જ તેનું રક્ષણ કરવામાં કટિબદ્ધ થવાય તેમ જણાવ્યું. આ વાત હરકેઈ વસ્તુ માટે કહી. કેઈ પણ ચીજની મુશ્કેલી ન સમજવામાં આવે ત્યાં સુધી મળેલી વસ્તુનું રક્ષણ થાય નહિ. આપણે પણ મનુષ્યપણું મળવું બહુ મુશ્કેલ છે એમ