Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૨૮૮
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ છો.
તે શીશામાં ઉતરી જવું પડશે, રખે, ફેર અહીં ન આવે. એવી રીતે કરે કે ફેર ઘરમાં ન આવે. માલ મૂકી ગયાનું પરિણામ, આ જંગમાં મકી આવે છે. લક્ષમી આવેલી તારા આંતરડાં કાઢશે, પણ મોહમાં– મમતામાં ભાન રહેતું નથી. જીવની મેહમાં જ્ઞાનદશા ચાલી જાય છે. જગતમાં આ પ્રકારનું અનુભવીએ છીએ. લાખ સેપે તે પણ કશું કરતા નથી. બે લાખ મૂકી જાઓ તેય પિક મૂકવા આવતા નથી. નિવડ-ટલા પૂરતું ભલે મૂકી જાવ. ૫૦ લાખના ૬૦ લાખ થયા તે હવે કાઢી નાખવા દે. છોકરા તમારી લાઈનમાં છે તેને ખરચવાના ભાવ નહિ થાય. છેકરાને ૫૦ હજાર ન આપ્યા તેથી છેક દુઃખી થવાને નથી. શા ઉપર અહીં મૂકી જાય છે? કેમ નથી ખરચતે? કીડીને, મધમાખીને સંગ્રહ કરવાને સ્વભાવ. ખાવું ન પડે, ખરચવું ન પડે પણ ખેંચવું ખરું. કીડીઓ દાણા ભેળા કરે તે પિતે ખાય છે? ખરચે છે? માત્ર ખેંચી લાવવાની મજુરી કરે છે. પોતે મધ એકઠું કરી મધપૂડે તૈયાર કર્યો પણ પિતાને મધ ખાવાનું નહિ. જાતે ખાવું કે ખરચવું નહિ, પણ મજુરી કરવી.
આપણે પણ કીડીઓ અને મધમાખના જે અવતાર. મજૂરી કરી પોતે ન ભેગવે, પણ બીજા લઈ જાય. મનુષ્ય અવતારમાં નિર્મમત્વભાવ થે જોઈએ. એ બાહ્ય પદાર્થથી થાય તેમ નહિ પણ શરીરથી તે ભાવ આપવાની ભાવના થવી જોઈએ. કુટુંબ-mલે. લટકતી સલામ ભરવાવાળા, આ શરીર અને આત્માની જીવનભર ભાગીદારી છે. શરીર પર મમતા રહી તે લાભ ન થાય, માટે તપસ્યા કરો. ઉપાશ્રયે સામાયિક, પૌષધ કરે. દેરાસરમાં દેવાર્ચન કરે, ઘેર બ્રહ્મચર્યાદિક પાળે. આ કહેલા નવા કાર્યો માસાને ભાવનાર, છે, ચોમાસાના શણગાર રૂ૫ છે. આવું સમજી જેઓ ચેમાસાના ધરાધનના કાર્યો કરશે તેઓ આ ભવ પરભવમાં કલ્યાણ મંગળની. માળા પહેરી પરંપરાએ મોક્ષસુખની પ્રાપ્તિ કરશે. - આ પ્રમાણે માસીનાં કાર્યો વિષયક ત્રણ પ્રવચને પૂર્ણ થયા...
અવતરણકાર-આચાર્ય હેમસાગરસૂરિ