Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
ધર્મરત્ન પ્રકરણ
ર૩
ભીખારીને તેને ભૂક્કો પણ મુશ્કેલ છે. તેવી રોતે આપણને મનુષ્યપણું મળી ગયું એટલે તેની કિંમત નથી. તેની મુશ્કેલી ધ્યાનમાં નથી. જગત તરફ દૃષ્ટિ રાજા કરે તે દુનિયામાં ગરીબને લેટ મેળવો મુશ્કેલ તે ખાજાની શી વાત? આપણે મનુષ્યપણું પામ્યા એટલે હવે દુર્લક્ષ. થઈ ગયું છે, પણ જગતમાં મનુષ્યપણું દુર્લભ છે, આપણે બાદશાહના ખાજાના ભૂક્કા જેવી મનુષ્યપણાની વસ્તુ સમજેલા છીએ. બાદશાહ દુનિયા તરફ નજર કરે ત્યારે માલુમ પડે કે જગતને આટો મળવો મુશ્કેલ છે. ઝાડનાં જેટલાં પાંદડાં તે આપણા જેવા છે છે. ગાય, ભેંસ, પાડા, બળદ, હાથી, ઘોડા, કીડી, મંકેડી બધા આપણા જેવા જીવે છે. તેથી તેમાં જીવત્વ માનીએ છીએ. તેમને મનુષ્યપણું ન મળ્યું અને આપણને મળ્યું. તેનું કારણ શું? શંકા કરી કે છોકરીને એકડે શીખવા મુશ્કેલ, પણ એક વખત એકડે શીખી ગયા પછી એકડો લખ મુકેલ નથી. તેમ એક વખત મનુષ્યપણું મળી ગયું, હવે બીજી વખત મનુષ્યપણું મેળવવામાં મુશ્કેલી નહિ પડે. આમ શંકાકારને શાસ્ત્રકાર પ્રત્યુત્તર આપતાં જણાવે છે કે-મળેલું મનષ્યપણું નિરર્થક ગૂમાવ્યું, અને સદુપયોગ જે ન કર્યો, તે ફેર રખડી જશે. બીજી કઈ ગતિમાં મેક્ષ નથી મળવાને. દેવગતિ સુખ ભોગવવાને અંગે ઉત્તમ ગણાય છે, છતાં તે ગતિમાં મક્ષ તે નથી જ.
ડાહ્યા અને ગાંડાને ફરક અહીં એમ ન માનશે કે મનુષ્ય ધર્મ પ્રરૂપનારા, તેથી પિતાની સત્તા જમાવી. જેમાં બ્રાહ્મણે શાસ્ત્રો બનાવનાર, તે બ્રાહ્મણને આપે તે જ પૂન્ય થાય. બ્રાહ્મણને લાગે જમ્યા પછી. અરે ! મર્યા પછી પણ શ્રાદ્ધના નામે બ્રાહ્મને લાગે. તમે પણ મનુષ્ય જ ગ્રંથકાર, તેથી મનુષ્ય ગતિને આટલી ઊંચી સ્થિતિમાં મૂકી દીધી. નારકી, તિર્યંચ ગતિ મોક્ષ ન મેળવી શકે તે માની લઈએ. નારકી તીવ્ર પાપ ભેગવવાનું સ્થાન, કેદમાં રહેલ સ્વતંત્ર ન હોય, તેમ નારકી જીવે કર્મરાજાની ભયંકર કેદમાં રહેલા છે, તે શિક્ષાપાત્ર છે. તેથી તે મેક્ષ ન મેળવે. તિર્ય વિવેક રહિત હોવાથી તેમને પણ મોક્ષ ન હોય. તે વસ્તુ માની લઈએ, - પરંતુ દેવગતિમાં દેવતાઓ ઉત્પન્ન થતાંની સાથે ત્રણ જ્ઞાનવાળા હોય છે.