Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૨૯૦
શ્રી આગઐદ્ધારક પ્રવચન-શ્રેણી વિભાગ છઠ્ઠો
પડેલા છે. કોઈક પચાસ ડગલે, કોઇક ૭૫ ડગલે, કેઈક ૧૦૦ ડગલે માલ પડેલા છે. ૨૫, ૫૦, ૭૧, ૧૦૦ ડગલે મૂર્છા પમાડનાર માલમાંથી ક્યા જોઈએ છે ?” તેવી રીતે કમરૂપી કલાલને ત્યાંથી માહ મદરામાં મસ્ત થયેલા સામે જ દેખાય છે, પછી વાનગી શી ?
એમ શાસ્ત્રકારો કહે છે, કે શબ્દોમાં જ એને ભાવાથ' આવી જાય છે. ાદદ્વારા કેટલાક અર્થ સમજાય, તેથી વ્યાખ્યાના ભેદમાં સંહિતા નામના ભેદ કહેલા છે. વ્યાખ્યાના છ ભેદો જણાવતાં સૂત્રનું ઉચ્ચારણ કરવું તે પણ વ્યાખ્યા. સૂત્રોચ્ચારણ વ્યાખ્યા કેમ ? સૂત્રોમાં જે શબ્દો હોય છે તે શબ્દ પ્રાયઃ સાંકેતિક અર્થવાળા નહીં, પણ વ્યુત્પત્તિ અર્થવાળા હાય છે. તેથી શબ્દ સાંભળવા માત્રથી અથ આવી જાય, માટે સ ંહિતા પણ સમજાવટને ભેદ છે. તેથી ભવ શબ્દ કહેલ છે. ભત્ર શબ્દ સાંભળવાથી તેના ગુણા-સ્વરૂપ માલૂમ પડે. ‘ભવ' એટલે થવું એ શબ્દ પ્ર.સદ્ધ છે. જીવા જેમાં જન્મે તેનું નામ ભવ. તે જ વાત જણાવે છે કે જવ એટલે જન્મ થવા. જીવાનુ` જન્મવાનું કયાં થાય? શા કારણથી થાય? તે સમજવુ જોઈએ. ચારે ગતિમાં જીવો જન્મે છે. ચાર ગતિ સિવાય જીવને જન્મવાનું ખીજું કાઈ સ્થાન નથી. સર્વ કાળ, સ` ક્ષેત્ર, સર્વ ભાવને અંગે ચાર ગતિમાં જન્મવાનું છે જેમાં, નારકી-તિય ચ-મનુષ્ય અને દેવતાપણું જેમાં જન્મવુ થાય તે ભવ,
હવે ચાર ગતિમાં કઈ પૂછે કે નારકી ગતિને પ્રથમ કેમ લીધી ? ઊંચું પદ પ્રથમ ખેલાય. ‘રાજા પ્રધાન શેઠ વાણેાતર આવ્યા.' એમ એલાય. પણ ‘પ્રધાન, રાજા કે વાણેત્તર શેઠ આવ્યા' એમ ન એલાય. તેમ ખેલે તે ખેલનાર વિવેક વગરના ગણાય. તેમ અહીં નારકી આદિ એ.લતા શુ વિવેક સાચવવાને નહિ ?
તારી શંકા સાચી, પણ સહેજ વિચાર કર. એ વસ્તુ કહેવી ડાય ત્યારે મુખ્યગૌણુ કહેવાય, પરંતુ ઘણી વસ્તુ કહેવાની હોય ત્યારે મુખ્યગૌણુના નિયમ ન રહે. જીવાને પાપથી ઉગારી ઊચે રસ્તે ચડાવી, મોક્ષમાં સ્થાપન કરવા, તે પાપથી બચાવવા માટે નારકીના દુઃખા સમજાવવામાં આવશે, તે જ પાપથી મુક્ત થશે. પાપનાં કળા ખ્યાલમાં