Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૩૭૦
શ્રી આગમારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ -, કેડે અને ગળે એ ત્રણે જગાએ શીલા બાંધીને પાણી ઉપર તરીને
શી રીતે આવે? એવાને કાઢવા જનારે પણ ડૂબે, તેમ અહીં જેણે અધમ કાર્યોમાં પ્રવૃત્તિ કરી છે, દેવગુરુની નિંદા કરી છે પિતાની પ્રશંસા કરવાની શરૂ કરી છે, તેવાની ઉપેક્ષા તે જ મધ્યમપણું. આથી અવગુણી ઉપર ટૅપ કરવાનું નથી. કારણ તે દ્વેષ પ્રશસ્ત નથી. ગુણ અને ગુણી ઉગર જે રાગ થાય, તે તે પ્રશસ્ત રાગ ખરે. અવગુણ ઉપર દ્વેષ થાય તે પ્રશસ્ત. આથી કરીને સમજવું કે પ્રશસ્ત રાગના બે સ્થાન અને પ્રશસ્ત શ્રેષમાં એક જ સ્થાન. ; an ગરિકતાdi એટલે અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ. આ કયારે બોલાય કે જ્યારે અરિહંત ભગવાનના ગુણો ઉપર રાગ હોય ત્યારે. તેમનામાં આપણને પુષ્ય બુદ્ધિ આવી તે તેમના ઉપસર્ગને નાશ થાઓ. -એમ ખરા અંતઃકરણથી બોલાય. ભગવાનને ઉપસર્ગ કરનાર સંગમ દેવ તથા કમઠ તાપસને જીવ જે મેઘમાલી દેવ થયેલ. તેને માટે કઈ શાસ્ત્રમાં શ્રાપ વરસાવ્યા નથી. આવા અપરાધી ઉપર પણ શ્રાપ ન વરસાવ્યા, તેનું કારણ એ છે કે જૈન શાસ્ત્રમાં અવગુણ ઉપર ભાવદયા ચિંતવવા કહ્યું છે. તે ન બચે તેપણ બુદ્ધિ તે તેને બચાવવાની જ હાય. આ પ્રમાણે સમ્યફત્વને અંગે નિયમ રાખેલે છે કે અપરાધી ઉપર પણ પ્રતિકૂળ ન ચિંતવવું. અવગુણ ઉપર દ્વેષને તે અવકાશ જ નથી. ન્ડિવોને દૂર કરવાનું કારણ
આ જગ્યાએ તમે એમ કહેશે કે જે અવગુણી ઉપર શ્રેષને અવકાશ નથી, તે નિન્હાને દૂર કર્યા ને મિથ્યાષ્ટિને પરિચય પણ ન કર-એમ કેમ કહ્યું? જમાલિને નિન્દુવ જાહેર કર્યો, બે ઉપગવાલા તથા અત્યપ્રદેશવાલા ગેષ્ઠામાલિને વિન્ડર તરીકે જાહેર કર્યા તે અવગુણીની ઉપેક્ષા કયાં રહી? કુલિંગીઓને પરિચય અને સ્તુતિને નિષેધ કર્યો. તેને માટે કહેવાનું કે તે વાત તમારી કહેલી સાચી છે, પણ જરા ઊંડા ઉતરીને વિચારવા જેવી છે. કુલિંગીઓને પરિચય અને
તુતિ કરવાની મનાઈ કરેલી છે, તેમાં બે મત નથી, પણ એ કલિંગીને સંત–પરિચય વિજવાનું અને નિન્દવ તરીકે જાહેર કરવાનું તે શા