Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
કર્મબંધ નહીં થાય. આ આત્મા અનાદિથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચાગની રસાળીવાળે છે. પછી તેની પાસે આવતાં પુદ્ગલે તે પ્રમાણે -પરિણમે, તેમાં નવાઈ નથી. પછી કેમ રખડે છે એ સવાલના વખત નથી. મિથ્યાત્વાદિના વિકારો નજરે દેખીએ પછી વિકારવાળે આત્મા રખડયા કૈમ ? એ સવાલ કેમ હેાય ? આંધળાએ દેખ્યુ કેમ નહી? એ સવાલ જ નકામા છે. અર્થાત્ આંધળે જોયુ નહી. એ સવાલ થાય નહીં. તેમ મિથ્યાત્વાદિ ચારે વિકારેથી ભરેલેા આ આત્મા રખડે છે કેમ ? એ સંત્રાલ હાય નહી. ત્યારે જન્મથી અંધ કે બહેરા એવા જીવ સંસારમાં આંધળાપણે ને બહેરાપણે જિંદગી પૂરી કરે તે આશ્ચય નથી. જન્મના આંધળા કે બહેરી કોઈ દેખતા કે સાંભળતા થાય તે તે આશ્ચય છે. તેમ આ જીવ અનાદિ મિથ્યાદષ્ટિ હાવાથી વિવેકમાં આંધળે! હાવાથી અવિરતિથી બહેરી અનાદિકાળથી છે. તેથી સંસારમાં રખડે તેમાં નવાઈ નથી. જન્મના અંધ-અહેરા એ જેમ દેખતા-સાંભળતા થાય તે અશ્ચય, તેમ અનાદિના મિથ્યાત્વ-અવિરતિવાળા જીવ મિથ્યાત્વ, અવિરતિ ટાળી સમ્યક્ત્વ અને વિરતિવાળા થાય તે જ આશ્ચય. પરાસ્ત રાગદ્વેષના વિષયે
આ ઉપરથી શાસ્ત્રકારે ગુણીની અનુમેાદના કરવા જણાવ્યું. દનાચારમાં ઉપમૃ હણા ગુણાની પ્રશંસા જણાવી તે મિથ્યાત્વની નિ ંદા નામના ગુણુ કેમ ન રાખ્યા ? પ્રશ ́સા રાખી તે મિથ્યાત્વની નિંદામાં પણ ગુણુ રાખવા જોઈએ. પ્રશ'સામાં ગુણુ અને ગુણી અન્તની પ્રશ'સા કરવાની, શુન્નુની પ્રશ'સા એટલે ગુણીની પ્રશંસા એ પ્રશસ્ત રાગ–એ અને વાત જણાવી. જેને પ્રશસ્ત રાગ કહીએ છીએ તે બે ઘરને છે. ગુણુ અને ગુણી, ગુણ ઉપર રાગને ગુણી ઉપર રાગ. તે પણ પ્રશસ્ત રાગ, અરિšંત, સિદ્ધ, સાધુ, બ્રહ્મચારી પર જે રાગ તે પ્રશસ્ત રાગ કહેવાય છે, કારણ કે તે રાગ ગુણી ઉપરના છે, તેમ સમ્યકૂદન, જ્ઞાન, ચારિત્ર ગુણુ પર જે રાગ તે ગુણુરાગ. ગુણુરાગ ને ગુણીરાગ, એમ રાગમાં બે વિભાગ રાખ્યા છે. પણ દ્વેષમાં એક જ વિભાગ રાખવામાં આવેલ છે, અને તે એ કે અવગુણુ દ્વેષ, અવગુણી પર દ્વેષ નહીં, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ વગેરે