Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૨૬
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ (
આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવે ત્યારે પહેલી ચાપડીમાં બાળક પરાણે પડે, પણ પડેલીમાં વચ્ચે તે ખીજીને માટે ખાથેાડીયાં ભરે. પહેલીમાં પાસ થયે તો બીજી ચાપડી કોઈની પાસે મગાવે, અરે ! રોઇ ને પણ બીજી ચોપડી લે, તેમ સાયાયિકમાં જોડયેા. પાપથી ડર્યાં, કલ્યાણની કાંક્ષા થઈ, એટલે સાંજ સવારનું પ્રતિક્રમણ પણુ પકડે. સાવદ્ય ત્યાગના ફાયદો સમજે ત્યારે અઠ્ઠાવીસ ઘડીનુ શું થાય છે? ૩૦ ઘડી પાપ થાય છે તે કાઢવાના વિચાર કરે. એટલે કે ૩૦ ઘડીના પાપને રોકવા પકિમણુ પલ્લામાં લે, માટે-અનિશ વખત મેળવીને પણ સામાયિક કરે, પણ તમા તે વખત મળે છે ત્યારે ગપ્પાં મારો છે, પણ પાપરૂપે પાપ સમજ્યા નથી. પાપને ત્યાગ કરવા માટે તલપાપડ થાય તે બાકીના વખતના પાપે હલકાં કરવા માટે પડિક્કમણુ જરૂર કરે. અહીં ચામાસાની અંદર સામાયિક તથા પ્રતિક્રમણ કરવાના નિયમવાળા કેટલા છે તે જરા વિચારો. ચામાસામાં તો સામાયિક—પડિક્કમણુ કરવુ' જ, પણ સાવદ્યથી પાછુ હઠવું હોય ત્યારે તે થાય ને ? ચાતુર્માસ શાભાવવા માટે પ્રથમ કૃત્ય સામાયિક, બાકીના વખતનું પાપ હલકું કરવા માટે આવશ્યક. એ એ કરવાવાળા થાય એટલે થાડા દહાડા થાય ત્યારે તરત સમજે. હિસાબ શીખ્યું. ગણુતાં પણ આવડવું' ને બે કે ખાર દેતાં વિચારવું પડે, તેમ આ જીવ સામાયિક પ્રતિક્રમણમાં ન જોડાયેલા હોય ત્યાં સુધી તા ઠીક, પણ નામુ શીખ્યા પછી જો એની સખ્યામાં મુશ્કેલી પડે તે શું સમજવું ? પણ
જ્યાં સામાયિક પડિમણામાં જોડાય પછી પાપ સમજે ત્યારે હિસાબપૂર્ણાંક થાય. હિંસાખથી કરવાવાળા ખાંચા નાખી દે તો એછું ખરચવું હિસાબ રાખવાવાળા ખરચમાં ખાડી નાખવા મહેનત કરે. હવે પાપ સમજ્યું તે પાપને આંતરા નાખી દેવા તે ખરાબર છે. એટલે એક આખો દહાડો દુનિયાની પંચાત નહી સામાયિકમાંથી આવશ્યકમાં ને તેમાંથી પૌષધમાં જવાને વખત આવ્યા. આ બધી વાત ભાવસ્તવને અંગે જણાવી. હવે દ્રવ્યસ્તવ કયા? તે અગ્રે વર્તમાન.