Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૩૪ મું
૨૬૩ અનુસારમુનિ મહારાજ અપ્રતિબદ્ધ વિહારી છે એટલે પવનની પેઠે કઈ સ્થળે ન રોકાતાં વિહાર કરનારા છે, તેવા વાયુ પેઠે અપ્રતિબદ્ધ એવા મુનિને પણ ચાતુર્માસરૂપ પખાલમાં સ્થિર કરી નાખ્યા. તે મુનિએ પાંચ. સમિતિ ને ત્રણ ગુપ્તિ પાળનારા હોય છે. ચાલવું તે પણ સંજમમયએથી તેઓને દિશા પરિમાણવાળું વ્રત નથી. ચાલે–હાલે—બેસે-ઉઠે તે પણ સંજમી, તેમાં ચાલવામાં ઈર્ષા સમિતિ, બેસવામાં ઈર્ષા સમિતિ અર્થાત્ ચાલે તે જીવની જયણા રાખીને ચાલે. બેસે તે પણ પુજી, પ્રમાજીને. એવાને હાલવું, ચાલવું, સ્થિર રહેવું તેમાં ફરક ન હોવાથી દિશાપરિમાણ વ્રત ન રાખ્યું. ક્ષેત્રની અપેક્ષાએ કંઈ નિયમ નહીં, પણ કાળની અપેક્ષાએ નિયમિત કર્યું કે “ચોમાસામાં સાધુએ પણ સ્થિર રહેવું.”
આકસ્મિક જીવ વિરાધના થઈ જાય. ચોમાસામાં જીવહિંસામાં બેઠેલા તમ પ્રવૃત્તિ ઓછી ન કરો તે સાધુના ચોમાસામાં સમય શું? માટે ચોમાસામાં વિરાધનાથી ડરી અત્યંત સાવચેત થવાની જરૂર છે. ચેમાસા સિવાયના વખતમાં ગુરુની સ્થિરતા જે ધર્મધ્યાનનાં આલંબનભૂત. હેય તેનું ઠેકાણું નહીં, રહે પણ ખરો, ને ન પણ રહે. તેમની મરજી ઉપર ધારણ નહીં. ત્યારે માસું એ ધરણવાલે કેર્સ, ચેમાસામાં વિવાર થાય નહિ તે દરમિયાન ગુરૂમહારાજને નિયમિત જોગ હોય અને તે સિવાયના વખતમાં (શેષકાળમાં વ્યાખ્યાન નહીં. ચોમાસામાં લઈને સર નિયમિત જોગવાઈ મેળવી શકે. બાકીના આઠ મહિનામાં નિયમિતતા નહીં. ધર્મ કરાવનાર ગુરુમહારાજાની સીધી વિરાધનાનો પારેહાર અને કુરસદનો ટાઈમ ચેમાસામાં. આ બધાં કારણે ધ્યાનમાં લે, ત્યારે માસાનાં કુ ચોમાસામાં બનાવવા જોઈએ. આ કારણથી જ માસી કાર્યો પણ જુદાં બતાવવામાં આવ્યાં. અને તે કાર્યો આ પ્રમાણે સમજવા પ્રથમ સામાયિક. ચેમાસા સિવાય આઠ મહિનામાં સામાયિક કરે તેમાં જે સંવર થાય તે કરતાં આ ચોમાસામાં જે સામાયિક કરે તેને સંવર ઘણો જ ચડિયાત થાય. શેષ તુમાં સામાયિક કાર્યો કર્યા તેથી હિંસાથી બચ્યા, ત્યાં અગાડી વીશ ટકાથી બચવાનું છે. સામાયિકમાં ન બેઠા હતા તે ઘણે ભાગે પ્રત્યેકની હિંસા થાત. આ માસમાં