Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૨૪૮
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
બંધાવાય તે તે સાવદ્ય છે” દાક્ષિણ્ય રાખ્યા વિના સત્ય કહેવાથી તેમણે તે વખતે તીર્થકર નામ બાંધ્યું છે.
એક દિવસ હર્ષથી વંદન કરતાં કરતાં જતનીએ તે આચાર્યના પગને રપર્શ કરી દીધું. આચાર્યશ્રીએ જ્યારે પ્રરૂપણામાં એમ કહ્યું કે, તીર્થકરો પણ સ્ત્રીસંઘટ્ટ કરે તો તીર્થંકર પણું ચાલ્યું જાય, ત્યારે એકે પ્રશ્ન કર્યો, કે પેલી જનની અડકી ગઈ તે શું ? ત્યાં જે સરલતાથી આચાર્યશ્રી પોતાને અનુપયોગ જણાવે તે કાંઈ પણ વાંધો ન હતો, પણ એમ ન કહેતાં “જૈન શાસન તે સ્યાદ્વાદ છે, એમ કહ્યું, આથી બંધાયેલું તીર્થકર નામકર્મ વિખરાઈ ગયું.
સ્વાદાદ એટલે ફેર દડી ? આજકાલ લેકે સ્યાદ્વાદને અર્થ “ફાવતી ફેરફૂદડી' એ કરે છે, પણ એમ નથી. એક મનુષ્ય બાપની અપેક્ષાએ પુત્ર છે, પુત્રની અપેક્ષાએ પિતા છે; આનું નામ સ્યાદ્વાદ છે. જેની અપેક્ષાએ વસ્તુ જેવી હોય તેવી તે અપેક્ષાપૂર્વક બતાવવી તે સ્યાદ્વાદ. આ ત્રણ આંગળીમાં વચલી, તે માટીથી નાની અને નાનીથી મટી છે. એક આંગળી મટી જ છે એમ પણ નથી, નાની જ છે એમ પણ નથી. સ્યાદ્વાદ એટલે સ્વા+ વાદ એટલે અપેક્ષાએ વાદ. પાપ બાંધેલું હોય અને પાછળથી પુણયની , પરિણતિ થાય તે તે બધું- પાપ પુણ્યરૂપે પરિણમે અર્થાત્ પલટાઈ જાય. પુણ્ય બાંધેલું હોય અને પાછળથી પાપ પરિણતિ થાય છે તે બધું પુણ્ય પાપમાં પલટાય. આયુષ્યના બંધમાં એ નિયમ નથી. નારકીનું આયુષ્ય બાંધ્યું હોય તે નરકે ગયે જ છૂટકે. દેવતાનું આયુષ્ય બાંધ્યું હોય તે સ્વર્ગે જવું જ પડે. ઉત્તર પ્રકૃતિમાં પણ મહામહે સંકમ નડિ દેવતાને આયુષ્યમાંથી મનુષ્યનું આયુષ્ય ન થાય. બીજા કર્મોમાં અરસપરસ પલટો થાય, પણ આયુષ્યકર્મમાં પલટો થતું નથી. આખા ભવમાં આયુષ્ય એક જ વખત બંધાય, અને તે વખતે પ્રહણ થયેલાં પુદ્ગલેના આઠ વિભાગ પડે છે. બાકીના વખતે સાત વિભાગ સમજવા, સમયે સમયે જીવ કર્મ પુદ્ગલે ગ્રહણ કરે છે.