Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગમાદ્ધારક પ્રવચન-શ્રેણી વિભાગ છઠ્ઠો
કાયમાં, વનસ્પતિકાયમાં, વિલેન્દ્રિયમાં, મનુષ્યમાં નથી ખનતુ, તે માત્ર વાયરામાં છે. વાયુકાયતે અંગે દેખાય છે કે કદીક પાંદડું પણ ન હાલે અને કદીક છાપરાનાં છાપરાં ઉડાડી દે છે. આ સ્થિતિમાં વૈક્રિય માન્યુ હોય તે નવાઇ નથી. આ તે આપણે યુકિતથી કહીએ છીએ. ઝ ંઝાવાત ગુ ંજાવાત સ્વાભાવિક હેય છે. ક્ષણમાં ઉત્પાત, ક્ષણમાં શાંતિ, આ સ્થિતિ વાયરામાં છે. પુણ્યની શકિત અલ્પ. તેમાં આ કયાંથી ? ભસ્થિતિ ! એક મેાભથી બીજે માળે કૂદવાની તાકાત આપણુામાં નથી. વાંદરામાં છે. માટે તેને શુ વધારે પુણ્યવાન્ માનવા ?, એ તે ભવસ્વભાવ જ છે. પક્ષીએમાં ઉડ્ડયન શક્તિ, વાંદરામાં કૂદવાની શક્તિ ભસ્થિતિને અંગે છે. તે જ રીતે વાયુકાયમાં વૈક્રિયની શક્તિ ભવવભાવને લીધે છે. તેમાં ન્યૂનાધિક પુણ્ય કારણભૂત નથી. વાયુકાયને ઔદારિક શરીર પણ છે, અને ઘેાડા ભાગમાં વૈક્રિય પણ છે.
૨૨૦
જ
સાત નરકામાં પ્રથમ નરક રત્નપ્રભામાં ઉપજેલા નારકીએ જેણે હજી શક્તિ મેળવી નથી, તે પણ પુદ્ગલ ત્રણ પ્રકારે પરિણમાવે છે. નારકીએ શરીર ખાંધે ત્યારથી જ વૈક્રિય પુદ્દગલ ગ્રહણ કરે છે. સાનાની ખાણુમાં થનારૂં સોનું સજ્જડ પુદ્ગલા લે છે. એક આંગળના લાકડાને ટૂકડા લ્યા. તેટલા જ ઈટના ટૂકડા લ્યો, તેટલે જ ચાંદીના ટૂકડા લ્યા, તેટલા જ સેનાના ટૂકડા હ્યા. એ બધાય ટૂકડાના વજનમાં ફેર પડશે. લાકડાનાં પુદ્ગલે સ્થૂલ હોય છે, તેનાથી ઈંટનાં ટૂકડામાં પુદ્ગલો બારીક છે, તેનાથી ચાંદીના ટૂકડામાં પુદ્ગલે વધારે ખારીક છે, તેનાથી સેનાના ટુકડામાં પુદ્ગલે એકદમ ખારીક છે. સેનાના જીવે બારીક જ પુદ્દગલો લીધા. તેમ નારકીના જીવા વૈક્રિય જ પુદ્ગલે ગ્રણ કરે. ચૌદ રાજલોકમાં તમામ જાતનાં મળી ૮ વણાનાં પુદ્ગલા ભરેલાં છે. આપણી જઠર તેજ હેય તેા વાલ ચણા પણ પચી જાય, અને લેાહીપણે પરિણમન પામે, અને જઠર મંદ હાય તા દૂધ ધી પણ ન પચે અને ધાતુરૂપે પરિણમનન પામે, નારકી વૈક્રિય નામક ના ઉદય હાવાથી જ વૈક્રિય પુદ્દગલા ગ્રહણ કરે છે. તેની પરિપકવતા માટે તૈજસ કાણુનુ જોડે પરિણમન ખરું... જ. નારકીએ પડેલી નરકે પર્યાપ્તા અપર્યાપ્તા પણ વૈક્રિય,