Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૨૮ મું
. ૨૨૩ મહારાજા વૈશાલીમાં ભરાઈ ગયા. કેણિકે ઘેરો ઘાલે, અને તે બાર વર્ષ રહ્યો. હલવિપુલ્લ રોજ રાત્રે સેચનક હાથીને લઈને નીકળતા અને એ હાથી પણ (ડલ્લવિડુલને) કેણિકના સિપાઈએ જ્યાં સૂતેલા હેય
ત્યાં લઈ જતો. ત્યાં સિપાઈઓને સંહાર કરીને હલ્લવિહલ્લ પાછા વિશાલીમાં પેસી જતા હતા. આવું તે કંઈ કાલ ચાલ્યું. કેણિકે શું કર્યું? શહેરની ચારે તરફ ખાઈ ખેદાવી, અંદર ધમધમતા અંગારા રખાવ્યા, ઉપર થી મારી રખાવી. મેચનક હાથી બહાર જ નીકળતે નથી, આથી હલ્લવિડ૯ તેને તિરસ્કાર કરે છે:-“જેવી રીતે કેણિક કુલદ્રોહી થયે, તેમ તું પણ નિમકહરામ થયે?, તારા માટે તે રાજગૃહી તજી દાદાને દુઃખ પણ તારા લીધે જ ને!” આ સાંભળીને તે હાથી ચાલ્યું તે ખરો, ખાઈ પાસે આવ્યા પછી એક ડગલું પણ ભરતો નથી. ફરી હલ્લવિહલે અતિ તિરસ્કાર કર્યો. હવે શું થાય? હાથીને પણ લાગ્યું કે “આવું અપમાનિત જીવન શા માટે જીવવું? એટલે સૂંઢથી હલ્લવિડને નીચે ઉતારી પતે ઝુંપાપાત કર્યો એને હાથી પિતે બળી મુઓ. આને અંગે એમ કહેવાય છે કે તે હાથીને વિભંગ જ્ઞાન હોવાથી, તે આગળથી બધું જાણતા હતા. જનાવરોમાં પણ વિલંગ-જ્ઞાન તથા અવધિજ્ઞાન માનવું પડે છે, વિર્ભાગજ્ઞાનથી અને અવધિજ્ઞાનથી વંકિય વગણા જાણવાનો અધિકાર થાય, અને તેથી વૈક્રિય વર્ગણ જાણવાને અધિકાર મળે છે. આથી વૈકેય પુદ્ગલોને ગ્રહણ કરવાનું સાધન તેમની પાસે રહે છે, તેથી પર્યાપતા ગર્ભ જ-પંચેન્દ્રિય તિર્યંચને પણ વૈક્રિય શરીર માનવું પડે. પર્યાપ્તામાં જ અવધજ્ઞાન તથા વિલંગજ્ઞાન માનેલાં છે. વૈક્રિયની તાકાત તેમાં માનવામાં આવી છે. તેથી તેમને ચાર શરીર જણાવ્યાં છે. હવે મનુષ્ય તથા દેવતાના અંગેના અધિકાર માટે અગ્રે વર્તમાન.