Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
- ૨૨૨
શ્રી આરામોદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ દો ગડગુમડ ઉપર, કાં તે વિષ્ટા, શ્લેષ્માદિ ઉપર. આ રીતે નારકીના જીવે પુદ્ગલે જ એવાં ગ્રહણ કરે કે જે પુલ ઉલટી શ્રુષા, તૃષા, પીડાને વધારે. ત્યાં પાણી જ તપેલું મળે જેથી તૃપા વધારે લાગે.
જેમ નારકીમાં આ નિયમ, તેમ પુણ્યના ભેગવટાને અંગે દેવલેકમાં તેવા પુદ્ગલને નિયમ. પુણ્યનું ફળ પણ જઘન્યથી દશગણું ભેગવવાની તક છે જ, તૃષિમુનિ જંગલમાં ભટટ્યા, તેમને ફાસુ જલ વહરાવ્યું, તે વખતે એ સંયમી મહાત્માને જે શીતલતા થાય, તેથી જે પુણ્ય બંધાય તે વિપાકમાં સેંકડો ગણી શાતા આપે. નારકીમાં જેમ દુઃખ ભોગવવા માટે વૈક્રિય શરીર છે, તેમ દેવલેકમાં કાયમ અતિ સુખ, ઊંચા પ્રકારે સુખ ચાલુ ભેગવ્યા કરવા માટે વૈ કેય શરીર છે. જીરવવાનું સામર્થ્ય પણ આવશ્યક છે. કમજોર મગજવાળે અતિસુખ જીરવી શક્તિ નથી. તીવ્ર પાપ-વિપાક ભેગવવાને તેમજ તીવ્ર પુણ્યફળ ભેગવવાને તીવ્ર સાધનો જોઈએ. એ જ હેતુથી દેવતાઓને તથા નારકીઓને વૈક્રિય શરીર વળગેલું છે.
તિયચમાં વૈક્રિય શરીર છે. અપર્યાતા તથા પર્યાતા સંમૂર્છાિમ જલચરે પણ ઔદ્યારિક, તૈજસ્ અને કાશ્મણ પગલે ત્રણ કરે છે. તે જ રીતે ગર્ભજ-પર્યાપ્તા તથા અપર્યાતા જલચરો પણ ઔદ્રારિક, તેજસુ અને કાશ્મણ પગલે ગ્રહણ કરે છે. પર્યાતા-ગર્ભજ જલચરોમાં પણ વૈકેયની લબ્ધિ હોય છે, એટલું વધારે સમજવું. વાયુકાયને જેમ દારિક, વૈક્રિય, તેજ, કાર્મણ માન્યાં, તેમ પર્યાપ્તા-ગર્ભજ-જલચરને પણ ચાર પ્રકારનાં શરીર માનવાં. ચતુષ્પદ તિયામાં ઉપરિસર્ષમાં ચાવત્ બેચરમાં ચારે આલાવા કહેવા. દરેક ગર્ભજ પતા સ્થાનમાં ચાર શરીર લેવાં. અહીં પ્રશ્ન થઈ શકે છે કે દેવતા તથા નારકીમાં તે વૈક્રિય શરીર માનવાને તેવું કારણ હતું, પણ જનાવરમાં વકેય શરીર માનવાને પ્રસંગ શા માટે છે?, સીંચાણાની હકીક્ત સાંભળી છે? જુઓ-સીંચાણે (સેચનક) હાથી હલ્લવિહલે કેણિકને ન આપે. આથી તે મોટો સંગ્રામ થશે. તે સંગ્રામમાં બાર વર્ષ ઘેરો રહ્યો. ચેડા