Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૩૧ મું
૨૩૯ જે ખાવામાં સુખ હોય તે દશ વીશ ચાલીક્ષ લાડવા લઈને બે ખાધે જ જાઓ, અને હાથ આડો ન કરશે ! જે તેમાં સુખ હોય તે હાથ આડો કેમ કરવું પડે છે ?, તૃણાને અંગે શું સુખ છે?, કેઈકને ખાટાને શેખ, કેઈકને ખારાને શેખ, કેઈકને ગળ્યાન શેખ, પરંતુ સુખ ખાટામાં, ખારામાં કે ગળ્યામાં નથી. મેક્ષમાં જ્યાં તૃષ્ણની ઉત્પત્તિ જ નથી, ત્યાં ખાવા પીવાને પ્રશ્ન જ કયાં છે?, જ્યાં ક્ષુધા નથી, જ્યાં તૃષા નથી ત્યાં ખાનપાનને પ્રશ્ન જ ક્યાં છે? દુનિયા મરણથી ડરે છે, ત્યારે સમકિતી-જીવ જન્મથી ડરે છે.
દુનિયા મરણથી ડરે છે, ત્યારે સમજુ મનુષ્ય જન્મથી ડરે છે. કીડી મંકેડી જનાવર વગેરે તમામ મરણથી તે ડરે છે, પણ એ ડર ખે છે. અરે ભલે પણ ડરવાથી મેતના પંજામાંથી છૂટી શકાય તેમ નથી. કીડીથી માંડી ઈન્દ્રો સુધી ભલે બધા મતથી ડરે પણ મેતના પંજામાંથી છૂટયું કેણ, જેનાથી છૂટકારે નથી તેનો ડર રાખે શા કામને ? શ્રી તીર્થકરો, કેવલીઓ, ચકીએ, કઈ મૃત્યુથી બચી શકયું નથી, એટલે છૂટી શકતું જ નથી. ઉંદર સાપથી ડરે, દેડકું ભરીંગથી ડરે; પણ જેના પંજામાંથી છૂટી શકે તેમ નથી તે તરફડવું શા કામનું કેવલ મનની નબળાઈથી આખું જગત મરણથી ડરે છે. મનુષ્ય ડર ત્યાં સુધી જ શેખ, કે જ્યાં સુધી ભય નક્કી ન થયું હોય. પરંત ભય સામે આવીને ઊભે છે, પછી તે ધીર પુરૂષે સહન કરવું જોઈએ. આથી તે સાધુ તથા શ્રાવક માટે સંલેખનાને વિધિ કહ્યો છે. “થવું હશે તે થશે, થવું હશે ત્યારે થશે.” આવી મક્કમ ધારણાની સ્થિતિમાં જે આવે, તેજ અનશન તથા સંલેખના કરી શકે છે. જીવવાની તથા મરવાની ઇચ્છા પણ દૂષણ છે, કારણ કે તે કાંઈ તાબાની વાત નથી. શાસ્ત્રકાર સમકિતીમાં તથા દુનિયામાં એ જ ફરક જણાવે છે, કે આખી દુનિયા જ્યારે મરણથી ડરે છે, ત્યારે સમકિતી જન્મથી ડરે છે.
નાતર મૃત્યુઃ જન્મેલે છે તેને માટે મૃત્યુ તે નક્કી જ છે. મૃત્યુ ટાળી શકાય તેમ નથી. ટાળી શકાય તે જન્મ જ ટાળી