Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
', ૨૧૦
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૨ ડ્રો
બહાર નીકળી જાય નહિ તે સડવાપણું થાય. વાગ્યા ઉપર લેહી બહાર ન નીકળે તે પાકે છે ને ! હવે જે જવ જ ન હોય તે શરીર પરિણુમાવશે કેણુ? શરીરને ગઠ્ઠો કર્યો કોણે? પ્રથમ સમયે જ જીવની ઉત્પત્તિ છે. એના વિના શરીરનું બંધારણ જ નથી. કેટલાકે જીવનું આવવું બીજે, ત્રીજે, ચોથે મારો માને છે, પણ તેમ નથી. ગર્ભોત્પત્તિ ઉત્પત્તિ અને સાથે જ. ઉત્પત્તિમાં જેમ માન્યું, તેમ મર્યા પછી પણ શરીરમાં જીવનું શૂન્યપણું માન્યું છે. સંસારી જીવ દરેક ક્ષણે ૭-૮ કર્મ બાંધે છે. પ્રથમનાં બધેલાં અત્યારે ઉદયમાં આવે છે. ગર્ભમાં ઉત્પન થયા પછી બે ઘડી થઈ એટલે તે જીવ છ પર્યાપ્તિવાળ થઈ ગયે, છતાં એટલાથી એનું જીવન નથી. ગર્ભમાં અમુક મહિના સુધી પિષણ જોઈએ, અને પિષણ મળે તે જ તે નિરાબાધ રહી શકે. મનુષ્ય માટે જ એ નિયમ એમ નહિ; જનાવર માટે પણ તે જ નિયમ છે. “ગર્ભમાં આખી તૈયારી એ હેતુ જણાવવા “ગર્ભવ્યુત્ક્રાંતિક’ શબ્દ જણાવ્યું છે. પિષણમાં ખામી રહેવાથી કસુવાવડ થાય છે. ગર્ભવ્યુત્ક્રાંતિકમાં પણ પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા બે ભેદ છે. જેઓ શક્તિ મેળવતા હોય તે અપર્યાપ્તા, અને મેળવી લીધી હોય તે પર્યાપ્તા. કાગળ, કલમ, શાહી તે એનાં એ જ, પણ વાંકા અક્ષર કાઢનાર વાંકા જ કાઢશે. સીધા અક્ષર કાઢનાર સીધા કાઢશે, તે જ રીતે અહીં પણ અપર્યાપ્તાવસ્થામાં અપર્યાપ્તા, પર્યાપ્તાવસ્થામાં પર્યાપ્તા સમજવા, જીવ તે એ જ
- આગળના ભવિષ્યના) ભવનું આયુષ્ય બાંધ્યા વિના કેઈ પણ જીવ મરે નહિ. આગલા ભવના આમુલ્ય બંધન માટે આહાર, શરીર, ઈન્દ્રિય એ ત્રણની જરૂર છે. આટલી હદે પર્યાપ્ત થાય તે જ ભાવિગતિ માટે અહીંથી જઈ શકે. અપર્યાપ્તાવસ્થામાં નરક કે સ્વર્ગનું આયુષ્ય બંધાતું નથી. ગર્ભમાં રહ્યો થકે પર્યાપ્ત, દેવતાનું આયુષ્ય બાંધે તે દેવતામાં ઉપજે. ધર્મ લાગણી પ્રધાન માતાના ગર્ભમાંને છવ, પૂર્વ ભવના સંસ્કારથી, આચાર્યને ઉપદેશ પણ સમજી શકે છે. તે મરી જાય તે દેવલોક જાય. ગર્ભમાં લડાઈની વાત સાંભળે તે વૈક્રિય શરીર કરી અપર્યાપ્તાવસ્થામાં આયુષ્ય બાંધે તે દેવકનું કે મારકનું આયુષ્ય ન બધે. આહારમાંથી જે રસ કાનમાં પડે તે કાનરૂપે પરિણમે, આંખમાં