Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૨૧૪ .
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ દ છે કુમાર એકલાને? તકૌડિન્ય ન્યાયે બીજાના બે ભેદ કહ્યા નથી એમ નહિ. કૌડિન્ય નામને બ્રાહ્મણ હતે. ‘તક્રકૌડિન્ય ન્યાયે આપજે, કહેવાથી બધા બ્રાહ્મણને આપવાની સૂચનાનુસાર કેને દહીં આપવું અને કોને છાશ આપવી તે નકકી છે. ભવનપતિના દશ ભેદમાં, યાવત્ સ્વનિતકુમાર એ દશમે ભેદ છે, ત્યાં સુધી દરેકમાં પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા બે ભેદ લઈ લેવા. વ્યંતરમાં, પિશાચમાં ચાવતુ ગંધર્વમાં એ બે ભેદો સમજી લેવા. ષીઓનાં ચંદ્ર વિમાનમાં યાવત તારાના વિમાનમાં એ બે ભેદ સમજી લેવા. બારેય દેવલેકમાં પણ એ બે ભેદ છે. નવરૈવેયકમાં પણ બે ભેદ છે. અનુત્તરમાં યાવત્ અપરાજીત સુધી બે ભેદ સમજી લેવા. પાંચમું સર્વાર્થસિદ્ધ વિમાન એટલે તે નાની મુકિત ! જ્યાં સર્વે પદાર્થોના સુખની સિદ્ધિ છે. ત્યાં પણ બે ભેદે છે, હવે પુદ્ગલેનાં, વિભાગ પરિણામને અંગે અગ્રે વર્તમાન,
પ્રવચન રર૭ મું जे अपज्जत्ता सुहुमपुढवीकाइय एगिदियपयोगपरिणया ते ओरालियतेयाकम्मगसरीरप्पयोगपरिणया, जे पज्जत्ता सुहुम० जाव परिणया ते ओरालियतेया०, एवं जाव चउरिदिय पज्जत्ता, नवरं जे पज्जत्तबादरवाउकाइय एगिदिय पयोगपरिणया ते ओरालियवेउब्धियतेयाकम्मसरीर जाव परिणता, सेसं तं चेत्र, પુદ્ગલેનું પરસ્પર પરિણામન્તર શાથી? -
તૈજસ્ શરીરથી. શ્રીગણધર મહારાજા પંચમાંગ-શ્રીભગવતીજીના અષ્ટમ શતકના પ્રથમ ઉદ્દેશામાંને પુદ્ગલ-પરિણામ અધિકાર જણાવતાં સંસારી જેમાં એકેનિદયાદિ જાતિના, પંચેન્દ્રિયમાં નારકી આદિ ગતિના જે ભેદો પાડે છે, તે કર્મપુદ્ગલની વિચિત્રતાને આભારી છે. જે તેમ ન હોય તે. જાતિ-કાય વગેરેને ભેદ રહેત જ નડિ. જાતિ એટલે વૈશ્ય, શુદ્ર એમ ન સમજતા. એકેન્દ્રિયાદિ જાતિ, તથા પૃથ્વીકાયાદિ કાય; એ જાતિ તથા કાયનો ભેદ થયો. તે કર્મ પુદ્ગલની વિચિત્રતા ન હતા તે થાત જ નડિ. આ બધા ભેદોની વિચારણામાં આગળ વધતાં પર્યાપ્તા અપર્યાપ્તાની વિચારણું ચાલે છે. જે જીવોમાં આહાર પરિણુમાવવાની, શરીર બનાવવાની ઈદ્રિય બનાવવાની વગેરે પર્યાપ્તિઓ મેળવવાની પૂરી કરવાની તાકાત આવી ગઈ હોય