Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૫
પ્રવચન ર૨૨ મું
સંગાધીન જીવની ઉત્પત્તિ. છે તથા પુદ્ગલે ચૌદ રાજલેકમાં ઠાસીઠાંસીને ભરેલા હોવાથી એક દાયમાં અનંતા છે, એક સ્કંધમાં અનંતા પરમાણુઓ રહેલા છે. સૂદ્દમ-પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાવ ચૌદેય રાજકમાં છે. તેમાં એક પણ ભાગ તે ખાલી નથી કે જેમાં સૂક્ષમ પૃથ્વીકાયાદિ પાંચે ન હેય. જીવ અને પુદ્ગલની વ્યાપકતા હોવાથી સ્થૂલ અગ્નિમાં વ્યાપક માનવી મુશ્કેલ પડશે. અગ્નિને આ એ જ ઉત્પન્ન કરીએ છીએ. નાશ પણ આપણે જ કરીએ છીએ. કાકડે સળગાવ્ય, અગ્નિકાયના જીવે ઉત્પનન થયા, એલ એટલે નાશ થયા. પુદ્ગલેને નાશ, ઉત્પત્તિ આપણે આધીન હેય પરતુ જીની ઉત્પત્તિ તથા નાશ આપણે આધીન શી રીતે ? પુગલના સંયોગે જીવ ઉત્પન્ન થાય છે. આખું જગત નામકર્મના ઉદયવાળું છે. સંયેગ મળે ત્યારે ગ્રહણ કરે, અને સંગ ટળે ત્યારે ચાલ્યું જાય. ગંદકીમાં કીડા ઉત્પન્ન થાય છે. ગંદકી આપણે કરીએ તેથી ગંદકીની ઉત્પત્તિ તથા નાશ આપણે આધીન, તેથી તેમાં ઉત્પન્ન થતા જ આપણે ઉત્પન્ન કર્યા તેમ નથી. તે તે ગંદકીને સંવેગ મળે એટલે ઉપન થયા.
સૂમ તથા બાદરની સમજણ આખા જગતમાં જે જે જીવે વ્યાપેલ છે, તેમાં પૃથ્વીકાયના નામકર્મના ઉદયવાળા હોય તે જે પુદ્ગલે ગ્રહણ કરે તે જીવે તે પુગલોને પૃથ્વીકાયપણે પરણમા. આવું આવું પરિણમન બધા પ્રકારના જીવને અંગે છે, પણ અહીં વાત પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધીની છે, કેમકે સૂમ તથા બાદરનો વિષય છે. એકેન્દ્રિય વિના સૂક્રમ તથા બાદર એવા એ ભેદ બીજે નથી. પૃથ્વીકાયથી વનસ્પતિકાય પર્વતના અને સ્થાવર જ કહેવામાં આવે છે. બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તમામ ને ત્રસ એટલે હાલતા ચાલતા જીવો કહેવામાં આવે છે.
આડાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ એમ ચાર પર્યાપ્તિ દરેક જીવને હોય. ચાર પર્યાપ્તિ જે જીવે પૂરી પામી ચૂકયા હોય, તે પર્યાપ્તા કહેવાય, અને બાકીના અપર્યાપ્તા કહેવાય. પૃથ્વીકાયપણામાં ઉત્પન્ન થયા