Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૨૦૨
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઢો
પુદ્ગલે ગ્રહણ કરે, તથા તે રૂપે પરિણાવે છે. ગર્ભવ્યુત્ક્રાંતિમાં પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા બે ભેદ પડે છે. સ્થલચરમાં ચતુષ્પદ, ભુજપરિસર્પ તથા ઉરપરિસર્પ એવા ત્રણ ભેદ છે. ચતુષદમાં પણ સંમૂચ્છિમૂ તથા ગર્ભજ એવા બે પ્રકાર છે અને તે દરેકમાં પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા બે ભેદ છે. એ જ મુજબ ભુજપરિસર્પ તથા ઉરપરિસર્ષ માટે સમજી લેવું. ખેચર માટે પણ એ જ રીતે સમજી લેવું. હવે મનુષ્યના ભેદને અંગેનું કથન અગ્રે વર્તમાન.
પ્રવચન ૨૨૪ મું समुच्छिममणुस्सपंचिदियपुच्छा, गोयमा ! एगविहा पन्नत्ता अपज्जतागा चष
જૈનેને મેક્ષ સાંકડે નથી શ્રી ગણધર મહારાજાએ, શાસનની સ્થાપના માટે રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાંને પુદ્ગલ–પરિણામ નામે અધિકાર ચાલુ કરતાં જણાવે છે કે સ્વરૂપે તમામ
જીવે સરખા છે. સ્વરૂપ દષ્ટિએ જે સૂક્ષ્મ એકેન્દ્રિયને જીવ તે જ સિદ્ધ મહારાજને જીવ છે. જીવ માત્ર સ્વરૂપે સમાન છે. સમ્યક્ત્વની શરૂઆત અહીંથી જ થાય છે, અને તે એ છે કે “તમામ જીવ સ્વરૂપે સમાન છે એ માન્યતામાં સમફત્વની જડ છે. ઈતરે પિતાપિતાના નિયત દેવ, ગુરુ, ધર્મને માને છે, પણ તેમાં હેતુ સ્વર્ગપ્રાતિને અને સાંસારિક સુખ મેળવવાને છે.
આ જીવ જ્ઞાનાવરણીયદિ આઠ કર્મોથી ઘેરાયેલું છે. એ કમને નાશ કરવાને તથા આત્માને જોતિ સ્વરુપ બનાવવાને હેતુ જૈનદર્શનમાં છે, તેથી જેઓએ કર્મોનો નાશ કર્યો છે, જેઓએ પિતાના આત્માને જ્યોતિ સ્વરૂપ બનાવ્યા છે, તેઓએ કર્મનાશને, આત્મસ્વરૂપ પ્રાપ્તિને માર્ગ બતાવ્યું છે, તેમને જેને દેવ માને છે. તેથી જ સુદેવ, સુગુરુ, સુધર્મ માનવામાં સમતિ છે. જૈનદર્શન તે ઈચ્છે છે કે તમામ જીવે સમકિતી થાય, કારણકે જૈનદર્શને માનેલા મેક્ષમાં સંકડામણું નથી.
અમુક સંખ્યામાં જ છ રહી શકે, સંખ્યા વધશે તે વાધ આવશે, અમારી જગ્યા નહિ રહે,” આવું મેક્ષનું સ્થાન જૈને માનતા નથી.