Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૫૬
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
પોતાની પાસે જે અઢાર શેરના હાર તથા દિવ્ય કુંડલ છે, તે હલ્લ હિલ્લને આપે છે. અભયકુમારની દીક્ષા થયાથી, પાછળ રાજ્યના ભાગ વહેંચાય છે, તેમાં હલ્લ વિહલ્લને સિંચાણ્ણા (સેચાનક) નામે હાથી મળે છે. તેને રાજ્યના ભાગ નહિ આપતાં હાથી આપવામાં આવે છે, અને વખત પસાર થાય છે. કાણિક રાજ્યલાલે તથા પૂર્વ ભવના દ્વેષયેાગે શ્રેણિકને કારાગૃહે પૂરે છે. અને પાતે રાજા બને છે. એક વખત હુલ્લ વિહલ્લની રાણી સેચનક—હસ્તિ ઉપર આરૂઢ બનીને જલક્રીડા કરવા જાય છે, અને રમે છે. કેણિકની રાણી પદ્માવતીના મહેલની પાછળ જ આ ક્રીડાનું સ્થલ હતું, કે જ્યાં હલ્લ વિહલ્લની રાણીએ ક્રીડા કરતી હતી. હાથી રાણીને ચડાવે, ઉતારે છે, એમ કેઇ પ્રકારે રમતગમતમાં તે કેણિકની સ્ત્રીએ જોઈ. કોકની રાણીથી ઇાંગે આ જોયું ગયું ન હું. ઈંોમાં આવેલી સ્ત્રી અને તેમાં રાણી શું ન કરે? રાણીએ સેચાનક હાથીની માંગણી કોણક પાસે કરી. કોણિકે કહ્યુ કે એ તા એના ભાગ પેટે પિતાજીએ તે હાથી તે હુલ્લ વિડુલ્લને આપ્યા છે, એટલે શી રીતે મંગાય ?’ સ્ત્રીને જે વસ્તુની ઈચ્છા થઈ તેને અંગે સાચી દલીલ, અગર સાચા સમાધાનને તેની પાસે અવકાશ રહેતો નથી. રાણીએ દલીલ જ કરી, કે હાથીની ગણના તા રત્નમાં છે, અને રત્ન તે રાજ્યમાં જ રહે; અને તે રાજાને જ ચાલે. વ્હેંચણી તા જગ્યાની હોય, આવાં રાયનની વ્હેંચણી હાય જ નિહ.' કણિકે કહ્યું કે નવાં ઉત્પન્ન થતા રત્નાદિને માલિક રાજા, પરંતુ જેના તાબામાં છે તે રત્નાને પડાવી લેવાં એ ન્યાય નથી. રાણીએ તે માન્યું નહિ, અને તેણે તે હુવે આગળ વધીને કહ્યું કે “ મારે એ હાથી, અને નદાએ આપેલાં હાર, તથા દિવ્ય કુંડલ તે જોઇએ જ ” કેણિકે કામિનીના કદાગ્રહને વશ થઈને, પોતાના ભાઈઓને હલ્લ–વિહલ્લને કહેવડાવ્યું કે સેચાનક હાથી, હાર, કુંડલ ત્યારે મને કોઈ પણ પ્રકારે આપી દેવા, તેના ખલામાં હું તને રાજ્યના બીજો ભાગ આપીશ.
.6
હલ્લ—વિહલ્લે વિચાર્યું કે રાજા તો એ છે, રાજા તરફ્ જ પ્રજા રાગવાળી હાય, એ સામાન્ય નિયમ છે, પ્રજા રાગવાની હોય કે રાગ વગરની હાય પણ સત્તાધીશ તે રાજા જ ગણાય, આજે રાજ્ય આપીને