Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૧૬ મું
૧૬૫
એવા ઉત્કૃષ્ટના પણ ત્રણ ભેદ છે. આ રીતે સંયમપાલનના નવ ભેદની જેમ રૈવેયકના નવ પ્રકારે છે. પાલન અનુસાર પુદ્ગલ પરિણમનના આધારે ફળને સાક્ષાત્કાર થાય છે. હવે અનુત્તર-વિમાનના દેવને અંગે વિશેષાધિકારનું કથન અગે વર્તમાન.
- પ્રવચન ૨૧૬ મું જાતિમાં જ્યોતિ સમાય તેમાં પુગલને પ્રશ્ન જ નથી. સ્થિતિને ફરક એ પુણયના ફરકને પ્રત્યક્ષ પૂરાવે છે.
શ્રીગણધર મહારાજાએ પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના અણમશતકના પ્રથમ ઉદ્દેશમાં પુરોલ-પરિણામને અધિકાર ચાલુ કર્યો છે. જેના ભેદેનું કારણ, પુદ્ગલેના જેવા સંગ તેવા ના પ્રકાર. જે જીવને એકેન્દ્રિય નામકર્મને ઉદય હોય, તે જીવ તેવા પુદ્ગલે ગ્રહણ કરી, તેવા રૂપે, તેવા આકારે પરિણાવે છે, આવી રીતે પંચેન્દ્રિય પર્વતના છે માટે તે પ્રમાણે સમજી લેવું. પાણી વૃક્ષમાં પણ સિંચાય છે, જનાવર પણ પાણી પીએ છે, તથા મનુષ્ય પણ પાણી પીએ છે. એ જ પાણી વૃક્ષમાં, જનાવરના તથા મનુષ્યના દેહમાં ભિન્ન પ્રકારે પરિણમે છે ને! અનાજનું જનાવરને તથા મનુષ્યને ભિન્ન ભિન્ન રૂપે પરિણમન થાય છે. પુદ્ગલ-પારણમનને આધાર નામ-કર્મના ઉદયન આધીન છે. કીડી જે ખેરાક લે છે તેને તેના દેડ, રૂપે પરિણમે છે, બીજા જનાવરને તે રૂપે પરિણમે છે. પુદ્ગલના મુખ્ય ત્રણ પ્રકાર ૧ સ્વભાવ-પરિણત. ૨ પ્રગ-પરિત૩ મિશ્ર-પરિણત. તેમાં પ્રગ-પરિણત પુદ્ગલના એકે દિયાદિ પ્રકારે પાંચ પ્રકાર છે. તેમાં પંચેન્દ્રિયમાં ચાર ભેદ છે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. છેવે કરેલાં પુણ્ય તથા પાપ પ્રમાણે ફળ ભોગવવાનાં સ્થાને માનવા જ જોઈએ. દરેક સ્થાનમાં ફળ પણ તારતમ્યાનુસાર હોય. મધ્યમ કેટિના પુણ્ય પાપનાં ફલ ભેગવવાનું સ્થાન તિર્યંચ ગતિ, તથા મનુષ્યગતિ છે. પાપ અધિક હોય અને પુણ્ય ઓછું હોય છે તેથી તિર્યંચગતિ મળે છે, અને પુણ્ય વધારે હોય, તથા પાપ ઓછું હોય તે તેથી મનુષ્યગતિ મળે છે. તિર્યંચગતિમાં તથા મનુષ્યગતિમાં પણ પૂર્વના પુણ્ય-પાપના રસાદિના પ્રમાણમાં જે