Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૧૬ મું સુખે સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલા ના સુખ પાસે કંઈ વિસાતમાં નથી. તે સર્વાર્થસિદ્ધ વિમાનના આ બધાં સ્થાને, તે તે જીવેએ કરેલાં પુણ્યબંધાનુસાર, તેવા તેવા પુદ્ગલ-પરિણમનને યોગે તેઓને પ્રાપ્ત થાય છે અને તે સંબંધિ વિશેષાધિકાર કથન કરાય છે તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૨૧૭ મું
પુદગલ-પરિણામ જ્ઞાનાવરણુંબની એ તાકાત નથી, કે જ્ઞાનને સદંતર ઢાંકી શકે.
શ્રીગણધર મહારાજાએ, રચેલી શ્રીદ્વાદશાંગીને પાંચમા અંગમાં ભગવતીજીના આઠમા શતકના પહેલા ઉદ્દેશાના પુદ્ગલ–પરિણામ નામને અધિકાર અત્રે ચાલી રહ્યો છે. સેનાના મૂલ્યને આધાર તલ ઉપર નથી, પરંતુ તેને સેનાપણા ઉપર છે, તેવી જ રીતે જીવન જીવત્વને આધાર તેના સ્વરૂપ ઉપર છે. ભલે કર્મને સંગ છે, છતાં તે જ પણ સ્વરૂપે તો કર્મ રહિત છ સમાન જ છે. સૂક્ષ્મ કે બાદર કઈ પણ જીવ છે, સ્વરૂપે ભિન્ન નથી. સૂક્ષ્મ એકેન્દ્રિયને જીવ તથા સિદ્ધ ભગવંતને જીવ સ્વરૂપે બંને સમાન છે. સ્વરૂપે કેવલજ્ઞાન વગરને કે પણ જીવ નથી. આથી તે દરેકને કેવલ જ્ઞાનાવરણીય કર્મ માની શકાય છે. કમાડે અંધારું કર્યું, એ ક્યારે કહેવાય છે કે
જ્યારે અંદર દીપક હોય તે જ બોલી શકાય છે. જે બધા જ કેવલજ્ઞાન સ્વરૂપ ન હેત તે કેવલજ્ઞાનાવરણ કર્મ બધાને ન જ મનાય, અને માનીએ તે સર્વ જીવોને કેવલજ્ઞાન સ્વરૂપ માનવામાં આવે. જે કેવલજ્ઞાન ન હોય તે કેવલજ્ઞાનાવરણીય કર્મ કાશે કેને? મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અને મને પર્યાવજ્ઞાન એ બધાં તે કેવલજ્ઞાનને એઠવાડે છે. સૂર્યની ચેતરફ વાદળ હોય તે પણ વાદળમાંથી સૂર્યને પ્રકાશ તે પડે છે, તેમ મતિ આદિ ચાર જ્ઞાનમાં પણ સમજવું. વાદળદ્વારા સૂર્યને પ્રકાશ આવી છે, તે પણ બચેલે પ્રકાશ બારીમાંથી આવે છે. વાદળાએ આવરાય તેટલે સૂર્ય પ્રકાશ આવે, તે પણ બચેલે પ્રકાશ બારી વાટે મળે. કેવલજ્ઞાન એ જીવનું સ્વરૂપ, તેને કેવલજ્ઞાનાવરણીય કમેં ઢાંકયું, છતાં પણ શાસ્ત્રકાર કહે છે કે એ