Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૧૭ મું
૧૭૧
તૂટેજ, આ રીતે જનામાં કર્મો તૂટે, નવાં કર્મને ઓછે બંધ થાય તેથી આગળ વધવાનું થાય, એટલે કે ઉત્ક્રાંતિ થાય. એકેન્દ્રિયમાંથી આ, રીતે જીવને બેઈન્દ્રિય જાતિમાં જવાનું થાય. એકેન્દ્રિય જીવને માત્ર સ્પર્શનું જ જ્ઞાન હતું, તે હવે રસના (જીભ-વિષયક) જ્ઞાન પુરત
પશમ વધે. રસના (જીભ) વગરનું શરીર હોય, પણ શરીર વગર જીભ હોય નહિ. બેઇન્દ્રિયમાંથી ઉપર જણાવ્યા મુજબની અકામ નિર્જરાના ગે જીવનું તેઈન્દ્રિયમાં ઉપજવું થાય ત્યાં ગંધના જ્ઞાનને ક્ષપશમ વળે. એકેન્દ્રિયથી બેઈન્દ્રિયમાં અનંતગુણ ક્ષપશમ તથા બેઈન્દ્રિયથી તેઈન્દ્રિયમાં અનન્તગુણે ક્ષયે પશમ સમજ. શરીર તથા જીભ હોય પણે નાસિકા ન હોય તે બને, પણ માત્ર નાસિકા હોય અને શરીર તથા જીભ ન હોય એ જીવ ન મળે; આ રીતે પંચેન્દ્રિય પર્યત સમજી લેવું. પંચેન્દ્રિયજીના વધથી નરકમાં જવાય એમ શાથી?
શાસ્ત્રકારે પંચેન્દ્રિય જીના વધના વિપાક ફલમાં નરકગતિ જણાવી. પ્રાણને નાશ તે એકેન્દ્રિયમાં, વિકલેન્દ્રિયમાં તથા પંચેન્દ્રિયમાં સરખે જ છતાં, પંચેન્દ્રિયના વધથી નરકગતિ શાથી?, એક જ હેતુ કે પંચેન્દ્રિયને વધ એટલે કેટલા સામર્થ્યને નાશ, સાધુની હત્યાથી દુર્લભબોધિ થવાય છે. દશ પ્રાણ તે બીજા પંચેન્દ્રિયને પણ છે, સાધુની હત્યાથી પાપના પ્રમાણમાં. ફળના વિપાકમાં આટલી હદે વધારે કેમ? કારણ કે સાધુએ આત્મશક્તિ વધારે કેળવી છે. છ કાય જેની હિંસાને સાધુએ કાયમ માટે ત્યાગ કર્યો છે. દુનિયા છેડી, કુટુંબ કબીલે છેડયાં, સુખ સાહ્યબીને ત્યાગ કર્યો, શરીરની સ્પૃહા નથી રાખી, આ બધું શા માટે ?, છ કાયની રક્ષા માટે. પાંચ મહાવ્રતની પ્રતિજ્ઞાઓ જીવનભરને માટે સ્વીકારવાને હેતુ એ જ છે. સાધુની દયા વીસ વસાની ગણાય છે. એની દયામાં સ્થાવર, રસ, અપરાધી, નિરપરાધી, તમામ આવી ગયા. એવી રીતે ભક્તિને અંગે પણ ઉચ્ચ ઉચ્ચ શક્તિ પાત્રને હિસાબે વધારે લાભદાયક છે.