Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૧૮ મું
૧૭૫
પાંચ ભેદો છે, તેમાં ખરું કારણ પુદ્ગલેને પરિણમનનું છે. કલમ સારી સારી હોય કે નરસી હોય, પણ નાનું બાળક શાહીને તથા કલમનો ઉપયોગ લીટાં કરવામાં જ કરે, તેમ જે જીવેને એકેય નામકર્મને ઉદય હોય, તે જીવો જે પુદ્ગલે ગ્રહણ કરે, તેને એકેન્દ્રિય શરીરપણે પરિણમાવે છે. જે જલ આપણે પીએ છીએ, તે જ પશુ પક્ષી પણ પીએ છે, તે જ જલથી વૃક્ષે, અને વેલડીઓ સિંચાય છે, જવ એક જ પણ
પરિણમન ભિન્ન ભિન્ન થાય છે. ધાન્યને અંગે, ખોરાકને અંગે મનુષ્ય, વિચ કે કીડી તમામ એ જ ખેરાક લે છે, છતાં પરિણમન પિત પિતાની
નતિ, ગતિ અનુસાર થાય છે. પુદ્ગલનું પરિણમન જેમ પાંચ ઈન્દ્રિયને અંગે જણાવ્યું છે, તેમ મન, વચન, શ્વાસોશ્વાસને અંગે પુદ્ગલ પરિણમન છતાં છ, સાત આઠ ઈદ્રિય એવા ભેદ કેમ નહિ?, ભાષા વર્ગણાનાં પણ પુદ્ગલે તે છે, અને જનાવરે, આર્યો અને અના તમામ એ જ પુદ્ગલે લઈને ભાષાપણે પરિણુમાવે છે. તે જ રીતે જઘન્ય, મધ્યમ, ઉત્તમ પરિણામવાળા પુદ્ગલ લઈને, મન રૂપે પણ પરિણામવાય છે. તર્ક કરનાર તર્ક કરે છે કે મન, ભાષા તથા શ્વાસોશ્વાસમાં પણ પુદ્ગલ-પરિણમન છતાં, તેને ઈન્દ્રિયેના ભેદની સંખ્યામાં કેમ ન ગયાં, ઈન્દ્રિયના પુદ્ગલે પરિણાવ્યા પછી ઇન્દ્રિથી ધારણ કરાય છે, પણ તેને વિસર્જન નથી કરતા, જ્યારે મનમાં, ભાષામાં તથા શ્વાસોશ્વાસમાં પુદ્ગલે ગ્રહણ થાય છે, પરિણમવાય છે, પણ ધારણ કરવામાં આવતા નથી; અર્થાત્ વિસર્જન કરાય છે. ત્યાં પુદગલનું સ્થાયીપણું ન હોવાથી, એને ઈન્દ્રિયેના પુદ્ગલ પરિણમનના ભેદની જેમ ભેદમાં ગયાં નથી. પુદ્ગલેનું ગ્રહણ કરી ધારણ કરનારા એકેન્દ્રિયદિ પાંચ જાતિની અપેક્ષાએ પ્રગ–પરિણત પુદગલોના પાંચ પ્રકાર છે. પ્રહણ સૂર્ય-ચંદ્રનું થાય છે, તારા નક્ષાદિનું થતું જ નથી.
જગતને સ્વભાવ જુઓ ! તારા કે નક્ષત્રોનું ગ્રહણ સાંભળ્યું છે?, કહેવું પડશે કે ના. સૂર્ય તથા ચંદ્રનું જ ગ્રહણ હોય છે. મંગલનું, અને બુધનું ગ્રહણ જોયું ?, ના તારા, નક્ષત્રાદિની ગણના તિવી તરીકેની ખરી, પણ મેટા તરીકે ગણના નથી. રાત્રિએ તારાઓ, શહે, નક્ષેત્રે પણ ચળકે છે, છતાં નિશાકર તે ચંદ્ર જ છે, અને દિનકર સૂર્ય