Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૧૯ મું
૧૮૩
પાણીમાં લુગડું પલળે, ભીનું થાય, પણ ધાતુ નાખે, અને માને કે તેમાં વીંટી નાખી રાખે, કલાકો સુધી રાખે તે શું તે ભીની થાય?, અગર શું તે વીંટીને નીચેવાય ?, તેમાંથી પાણીનું ટીપું પણ પડે?, કહેવું પડશે કે ધાતુ પાણીને પકડે નહિ. વસ્તુને પાછું વળગી શકે નહિ. એક સ્થળે એ જ પાણીમાં લુગડું તથા વીંટી નાંખે, છતાં લુગડું પલળશે, વીંટીમાં પાણીને પ્રવેશ થશે નહિ. તેવી જ રીતે શ્રીસિદ્ધ ભગવતે જે સ્થળે વિરાજમાન છે, ત્યાં જ સૂક્રમ-અપૂકાય, સૂમ-તેઉકાય, સુમ– વનસ્પતિકાય છે. સૂક્ષ્મ-પૃથ્વીકાયાદિને તૈજસ કાર્મણને ઉદય હોવાથી તેઓ પુદ્ગલ-ગ્રહણ કરે છે. સિદ્ધના જીવને તે સ્વભાવ નથી, કે કર્મ ગ્રહણ કરે. સૂમ કે બાદર, કોઈપણ પ્રકારને સંસારી જીવ તેજસ કાર્મણવાળે હેવાથી તે તેના યોગે પુદ્ગલે ગ્રહણ કરે છે, અને પરિણાવે છે. નિરંગી પણ ખોરાક ખાય છે, અને સંગ્રહણના વ્યાધિવાળે પણ ખેરાક ખાય છે; પણ સંગ્રહણીવાળાની જઠરાગ્નિ ખેરાકને પચાવી શકતી નથી, કારણ કે ગ્રહણ કરવાની શકિત નથી. નિરોગી શરીરવાળાની જઠર પુદ્ગલને (ખેરાકને) પચાવે છે, ગ્રહણ કરે છે. તેજસ અને કાર્મણ શરીર નામકર્મ હોય તેવા છે પુગલેને ખેંચી લે છે, તેનું જ નામ આહાર. જીવ ઔદારિકાદિ પુદ્ગલેને ગ્રહણ કરે છે, અને તેંજ કામણની ભઠ્ઠી દરેક સંસારી જીવની સાથે જ રહે છે. અગ્નિનો સ્વભાવ છે કે બળતણને પકડે છે, અને પિતે ટકે છે પણ બળતણથીજ તે તે જ રીતે તૈજસુ રૂપ શરીર, આ જીવની વળગેલી ભરી છે. ભવાંતરે ભઠ્ઠી સાથે જ જાય છે, અને જીવની સાથે રહેલી ભઠ્ઠી ખોરાકને ખીંચે છે, અને ખેરાથી ટકે છે. જેનું નામ આહાર તે શરીર ખેરાક પકડે છે, પણ અંદર ભસ્મક હોય, એટલે ખાઈ જાય; પણ બધું તે બીજારૂપે થાય. લીધેલા ખોરાકના (આહારના) પરિણમનથી શરીર બને છે. તે વખતે શરીર નામકર્મથી શરીર બને છે. ત્યાર બાદ ઈનિદ્રાને પોષણ ખેરાકમાંથી મળે છે. ખોરાકના રસમાંથી શરીરપણે પરિણમન થાય, અને એમાંથી ઘણે થોડો ભાગ ઈન્દ્રિયપણે પરિણમે છે, પછી શ્વાસોશ્વાસની તાકાત પ્રાપ્ત થાય; અને ત્યાર પછી એકેન્દ્રિય જીવે પર્યાપ્તા ગણાય છે. એકેન્દ્રિય જીને આ ચાર ચીજ હોય છે, અને તેનાં નામ આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસોશ્વાસ.