Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૯૨
શ્રી આગમાહારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો.
દૂર અનુત્તર વિમાન છે એમ કહ્યુ છે. સૌધર્મ દેવલાકમાં ઉવવાઈ ન જણાવ્યું, યાવત્ ત્રૈવેયકાપપાત પણ ન જણાવ્યું; ફક્ત અનુત્તર વિમાનને અંગે અનુત્તરાવવાઈ શા માટે જણાવ્યું ?, અનુત્તર દેવાને ઉપપાતની અવસ્થા છે. એમનુ આયુષ્ય ૩૩ સાગરોપમનું. તેમાં ૧૬૫ સાગરોપમ એક પડખે સૂવાનું, અને ૧૬૫ સાગરોપમ ખીજે પડખે સૂવાનું, આયુષ્યના આ રીતે એ દેવાનો ભાગવટો છે. ૩૩ સાગરોપમ સુધી એક જ ક્ષેત્રમાં સ્થિતિ માટે તે ઉપપાતની મહત્તા છે. આવા પુદ્ગલાના પરિણમનને ચગે ત્યાં જીવા દેવપણે ઉત્પન્ન થાય છે.
પ્રથમના ચાર અનુત્તરમાં તથા પાંચમા સર્વાં་સિદ્ધ-અનુત્તરમાં જે મુખ્ય ભેદ છે, તે જરૂર જાણવા જેવા છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલા જીવ એકાવતારી જ હાય છે. ત્યાંથી ચ્યવે એટલે તદ્ભવ મેક્ષગામી, એટલે ત્યાંથી ચ્યવીને જયાં અવતરે ત્યાંથી માક્ષે જ જાય. એ ફરીને અનુત્તરમાં આવે એવા નિયમ નહિ, કેમકે અબ્યા એટલે જ્યાં ભવ લીધે એ ભવમાંથી મેક્ષે જ જવાનું નક્કી ! પ્રથમના ચાર અનુત્તર વિમાનના દેવાના જીવા વ્યવીને પરિમિત સંખ્યાતા ભવ પછી પણ મોક્ષે જાય, ફરીને અનુત્તરમાં આવે પણ ખરા, છતાં તેમના પણ મોક્ષ નક્કી ! નવગૈવેયક સુધીના જીવા માટે માક્ષ નક્કી છે. એમ કહેવાય નહિ, અનુત્તર વિમાનથી આગળ સિદ્ધશિલા ૪૫ લાખ યેાજનની છે, તે નાની નથી, એ દેવના સ્થાન તરીકે નથી; શ્રી સિદ્ધભગવન્તા અલોકને સ્પર્શીને લેકમે રહેલા છે.
જીવની સાથે રહેનારી ભઠી,
પુદ્ગલ-પરિણમનને અંગે જાતિભેદે કરીને આ રીતિએ ભેદો જણવ્યા. એકેન્દ્રિયને પૃથ્વીકાયાદિ જાતિમાં શી સ્થિતિ છે તે વિચારીએ. આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસેાશ્વાસ આ ચાર વસ્તુ જીવ માત્રને અંગે આવશ્યક છે. ચાહે સૂક્ષ્મ હાય, ચાહે બાદર હાય. તાત્પર્ય કે દરેક સૌંસારી જીવને આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસોશ્વાસ વિના ચાલે તેમ નથી. આહાર લેવાનું સામર્થ્ય' તે આહાર પર્યાપ્તિના ઉદય. તૈજસ્--કમ ણુકાયમેગે આહાર ગ્રહણ કરી શરીરપણે પરિણમવાય છે.