Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૧૫ મુ
૧ ઈચ્છા-મિચ્છાદિ દ્વવિધ સામાચારી તથા એઘ સામાચારીવાળા જ ચારિત્રવાન્ ગણાય. દવિધ ચક્રવાલ સામાચારી, અને પડિલેહણાદિ રૂપ એઘ સામાચારીવાળેા જ ચારિત્રી ગણાય. ઘરના વેચાણના દસ્તાવેજ થા, પૈસા અપાયા, લેવાયા, પરન્તુ સરકાર તે તે વેચાણખત રજીસ્ટ્રેશન થયા પછી જ માને છે. દુનિયાદારીમાં લેવડદેવડના પ્રસ ંગો સરકારી છાપથી જ વ્યવસ્થિત ગણાય છે, હું જ રીતિએ પાપથી દૂર રહેનારમાં પણ સાધુવેષની છાપ ન હેાય, તે તે જૈવયકમાં કે અનુત્તરમાં જઈ શકે નહિ. જેએએ આશ્રવ ના ત્યાગ કર્યોં હાય, જે જિન-કથિત સામાચારીમાં પ્રવર્ત્તતા હેાય, તેઓ જ નવ ચૈવેયકના અધિકારી છે.
ઃ ।
માક્ષનું સાધન સ્વલિંગ જ!
૧૬૩
માતાપિતાના સ્વર્ગવાસ પછી, ભગવાન્ શ્રીમહાવીરદેવ પેાતાને ઘેર બે વર્ષ સુધી કેવલ ભાવસાધુપણે રહ્યા છે. બ્રહ્મચય પાલન, સચિત્ત પરિહાર, પાતાના નિમિત્તે થયેલું ભાજન પણ ન લેવું, અને સ્નાનાદિને ત્યાગ, આ રીતિએ રહ્યા છતાં; શાસ્ત્રકારે એ બે વર્ષોંને ગૃહસ્થપણાના જ ગણ્યા છે, પરંતુ સાધુપણાના ગણ્યા નથી. સ્વલિ ંગે સિદ્ધ, ગૃહિલિંગે સિદ્ધ વગેરે પન્નર પ્રકારે સિદ્ધના ભેદ માન્યા છે. સ્વલિંગ એ જ સિદ્ધનું લિંગ છે. અન્યલિગને મેક્ષના ભેદમાં ગણ્યુ છે, પણ અન્યલિંગ એ મેાક્ષનું સાધન નથી. તેલંગે ભવની રખડપટ્ટીના જ છે; છતાં કાઈ જીવને એ લિ’ગમાં આત્માની તથાવિધ પરિણતિના યેાગે, કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, તે પણ જો આયુષ્યની સ્થિતિ બે ઘડીથી વધારે હોય, તે તે આત્મા સ્વલિંગ (સાધુવેષ) ગ્રહણ કરી જ લે છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે કેવલજ્ઞાનને અને મેક્ષને લિંગ સાથે નિયમિત સંબ ંધ નથી, વળી અન્ય લિ ંગે કેવળજ્ઞાન પામે છે, અને મેક્ષે તેા જાય જ છે, તે પછી નવ ચૈવેયક માટે ‘પંચ મહાવ્રતધારી જ ત્યાં જાય' એવા નિયમ શા માટે? સિદ્ધપદને અ ંગે એટલે કે મોક્ષપ્રાપ્તિને અંગે આત્માને અધ્યવસાયથી કામ છે. મોક્ષના સબંધ અધ્યવસાયથી છે, એટલે પરિણતિથી છે. જયારે અનુત્તર તથા નવ ચૈવેયકના સંબધ અધ્યવસાયથી નથી, પણ ચારિત્રથી છે, અર્થાત્ તેવા ઉચ્ચ પ્રકારના પુણ્યમ ધથી છે. લિંગમાં રહેનાર જ પાંચ અનુત્તરમાં તથા નવ ગ્રેવેયકમાં જઈ શકે છે.