Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૫ર
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છો પણ નથી, એટલે ત્યાં વ્યવસ્થા નથી, માટે તેઓને (તે દેવેને) કલ્પાતીત તરીકે ગણવામાં આવ્યાં છે.
ખાળે ડૂચા, દરવાજા મોકળા ! નિરતિચાર બારવ્રતધારી પણ આ દેવકે જઈ શકતું નથી; ભલેને અગિયાર પ્રતિમા વહી હોય. તે પણ ઊંચામાં ઊંચે તે બારમા દેવલાક સુધી જઈ શકે છે. બાર દેવલોક ઉપર સંયમી સાધુ જઈ શકે છે. પૂજા ભણાવે છે તેમાં તમે વાંચ્યું હશે કે જીરણ શેઠના પ્રસંગમાં કથન કરતાં, શ્રાવક દેશવિરતિની ઊંચામાં ઊંચી ગતિ બારમા દેવલોક સુધીની પ્રાપ્ત કરી શકે છે “સાધુ શબ્દ તમને અતિ પરિચયથી વાયડો થઈ પડ્યો છે સાધુ મહાત્માએ શારીરિક, આર્થિક, અને કૌટુંબિક તમામ વ્યવડાર વિસિરાવ્યા છે. તેઓ શરીર પર પણ નિસ્પૃહ છે. અને ત્રસ કે સ્થાવર, સૂક્ષ્મ કે બાદર કોઈ પણ જીવને ત્રિકરણ મેગે વિરાધે નહિ.” આવી પ્રતિજ્ઞા, સાધુ મહર્ષિએની હોય છે, અને તે મર્યાદિત મુદત માટે નહિ, પણ યાજજીવ સમય સુધી ! આ પ્રથમ વ્રતની વાત (પાંચ મહા વ્રતને અંગે) જણાવીને શ્રાવકના વ્રતની કિંમત અમે ઘટાડવા નથી માંગતા પણ અણુવ્રત તથા મહાવ્રતને તફાવત સમજાવીએ છીએ. વ્રતધારી શ્રાવક ઊંચામાં ઊંચે છે, પણ સ્થિતિ કેવી છે?, ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવી છે. વ્રતધારી શ્રાવક કબૂલે છે કે એક કીડીની પણ વિરાધના કરે નહિ, યદિ થઈ જાય તો તેની આલયણ લે છે, પણ પિતાના જ પુત્રે, શસ્ત્રથી કેઈનું ખૂન કર્યું હોય, પિતે તે નજરોનજર જોયું હોય, અને જે તે પિતાને પુત્ર પકડાય, અને કેરટમાં કેસ ચાલે તે નાણુની કે થળી લઈને છેડાવવા જવાને કે નહિ ?, ખૂનને, અને ખૂનીના કાર્યને બચાવ કરવા જવાને કે નહિ?, અહીં પુત્રની વાત કરી, પણ કઈ પણ સગાસંબંધી માટે તેમજ સમજી લેવું. કીડીની વિરાધના નહિ કરનાર પણ બીજી બધી હિંસા ચલાવી લેવા આવા પ્રસંગે તૈયાર છે. પુત્ર-વગેરે સંબંધીને હિંસાના વર્તમાન ફળથી પણ બચાવવા કટિબધ્ધ થાય છે ને! એક તરફ કીડીની જયણ કરનારે, બીજી તરફ ઘાતકી કાયને બચાવ કરવા કમર કસે છે! લેણદેણના દાવામાં શું થાય છે? કોરટમાં ચુકાદાને આધાર સાક્ષી પૂરાવા ઉપર છે. કેર્ટમાં એમ નથી લેવાતું કે સાચું છે