Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
થી આગમારક પ્રવચનશ્રેણ વિભાગ માત્રથી શ્રી દ્વાદશાંગીની રચના કરતાં પંચમાંગ શ્રી ભગવતીજીનાં અષ્ટમ શતકના પ્રથમ ઉદેશામાં જે પુદ્ગલ–પરિણામને વિષય છે તેને અધિકાર ચાલી રહ્યું છે. પુદ્ગલના પરિણામના પ્રકારથી માંડીને, જાતિ, ગતિ વગેરે સંબંધમાં, પુદ્ગલ-પરિણમનની દષ્ટિએ વિચાર કરી ગયા. દેવતાઓના જેને વિચાર ચાલી રહ્યો છે. સત્તામાં રહેલા શુભાશુભ કર્મનું ફળ જીવને મળે જ છે. દેવલેક એ ઉત્કૃષ્ટ પુણ્યનું પરિણામ ભોગવવાનું સ્થાન છે, અને પુણ્યકાર્યોમાં, પૂર્વે પરિણતિમાં ઉલ્લાસમાં જેવું તારતમ્ય હોય તે જ પ્રમાણે દેવકના સ્થાન વૈભવાદિની પ્રાતિમાં તારતમ્યતા હોય છે એ સ્પષ્ટ છે.
હવે વૈમાનિક દેવકના બે ભેદ છે તે ૧ કપ પન્ન, અને ૨ કપાતીત. કલ્પપપન્ન દેવલેકમાં દશ પ્રકારની વ્યવસ્થા રહેલી હોય છે, અને કલ્પાતીત દેવલેકમાં તે નથી. વૈમાનિક દેવકમાં વ્યવસ્થાવાળા દેવ અને
વ્યવસ્થા વિનાના દેવ હોવાથી જ કલ્પ શબ્દના પ્રાગ વડે બે ભેદ કહેવા પડયા. જે તમામ તે દેવે એક સરખા, કાં તે વ્યવસ્થાવાળા, કાં તે વ્યવસ્થા વગરના હોત તે કાંઈ કહેવાની કે ભેદ સ્પષ્ટ કરવાની જરૂર ન હતી. ત્યાં તેને એક પ્રકાર એ છે, એક સ્થાન એવું છે કે જ્યાંના તમામ દેવે સમાન છે. સર્વેકરિ ઘર તારા વ્યવસ્થાની અહીં જરૂર જ નથી. જ્યાં પરસ્પર સંઘર્ષણદિની સંભાવના હોય ત્યાં વ્યવસ્થાની જરૂર છે, પરંતુ જ્યાં તેવું કશું છે જ નહિ, ત્યાં વ્યવસ્થાની આવશ્યકતા જ નથી. સમાગમ, સંબંધ, સંઘર્ષણ આવું કશું જ ક્યાં નથી, ત્યાં વ્યવસ્થાની જરૂર નથી. જે દેવેલેકમાં પરસ્પર જવા આવવાનું છે, પરસ્પર સમાગમ છે, ત્યાં સંઘર્ષણની સંભાવના છે, અને સંઘર્ષણને અંગે વ્યવસ્થા જોઈએ.
નવ રૈવેયક દેવોની સ્થિતિ. નવ વેયક દેવકના દેવતા પિતાના વિમાનમાં જ સમસ્ત જીવન વ્યતીત કરે છે. વિમાનમાંથી બહાર નીકળતા જ નથી. પિતાના વિમાનમાંથી બહાર જ ન નીકળે, એટલે કેઈ ને પણ સમાગમ નથી, માટે સંઘર્ષણ નથી અને સંઘર્ષણ નથી, માટે જ વ્યવસ્થા નથી. શ્રીજિનેશ્વર–દેવના પાંચ કલ્યાણકમાંથી એક પણ કલ્યાણમાં આ બેમાંથી એક પણ દેવ ત્યાં આવતું નથી. ગમે તેવા મહાન પ્રસંગે પણ એ તે ત્યાં જ! માત્ર શય્યામાં