Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૪૮
શ્રી આગમો દ્ધારક પ્રવચન વિભાગ ૬ છે હિતકર માર્ગ બતાવે છે. અવિવેકી મિત્ર અહિતકર માર્ગ બતાવે છે, માટે વિવેકી મિત્ર મળ, સારે સલાહકાર મળે એ પણ પુણ્યોદયે જ બને છે, પિતાના મિત્રની વાત સાંભળતાં જ તે મિત્રે કહ્યું કે “જે ભાઈ! ઓરમાન માતા દુઃખ દે છે, એ વાત ખરી પણ પૂર્વ ભવમાં તે ધર્મ નથી કર્યો, પાપ કર્યું છે, જેનું આ પરિણામ છે” બાળકની સલાહ સામાન્ય ભાષામાં, વયને અનુસાર હેય. મિત્રે કહ્યું કે હવે ધર્મ કર જેથી ભવિષ્યમાં દુઃખ ન થાય.” વર્તમાનને અંગે વિચારીએ તે કાંટાથી દૂર રહેવાનું બને, અને કાંટે વાગે હેય તે કાઢી નાંખવે, કે કાં તે સહન કરવું એ જ બને. કાંટે કાઢવાથી પણ ભવિષ્યમાં કાંટો નહિ જ વળે એમ નથી. વર્તમાનમાં ઉપસ્થિત થયેલે વ્યાધિ દવાથી મટે છે, પરન્ત તેથી ભવિષ્યમાં વ્યાધિ ન જ થાય એમ નથી. ભવિષ્યમાં ન થાય માટે પણ ઉપાયે કરવાની આવશ્યકતા છે.
ધર્મના વિચારે ભવાંતરે અમલ કરાવ્યું. પિલા મિત્રે એને ભવિષ્યના નિરુપદ્રવપણું માટે તપશ્ચર્યા કરવાની સલાહ આપી. બાળકેમાં પણ તપનું મહત્વ કેટલું વ્યાપેલું હશે કે મિત્રના મુખથી આ વાત સાંભળીને પેલા બાળકે હૃદયમાં સંકલ્પ કર્યો કે “પર્યુષણમાં હું અઠમ કરીશ” આ વિચારમાં તે બાળક તે દિવસે કંઈ કારણવશાત, બાજુની એક ઝુંપડીમાં સૂતે. એારમાન માતા આ બાળકને નાશ કરવા લાગ જોયા કરતી હતી, તે તેને મળે. તેણીએ શું કર્યું?. અગ્નિ નાંખે અને ઝુંપડી સળગાવી !, અઠમ હજુ કર્યો નથી, પણ અમ કરે છે એ ભાવનામાં બળી મુએ, અને શેઠને ત્યાં નાગકેતુ રૂપે જન્મે. પૂર્વ જન્મમાં નથી થયે મહાત્માને સંસર્ગ, નથી કર્યા કેઈ સંતના દર્શન, નથી સાંભળે કે વ્યાખ્યાતા-મહર્ષિને ઉપદેશ, એ કઈ જોગ જ એને બાલ્ય-કાલ-જીવનમાં મળ્યું જ નથી. ફક્ત મિત્રની સલાહ અનુસાર ધર્મકૃત્ય (અઠમ-ત૫)ને વિચારમાત્ર કર્યો છે, તેનું આ ફળ !, બીજા જ ભવે કેવળજ્ઞાન અપાવી મોક્ષ મેળવાવે છે. એવું ઉત્કૃષ્ટ ફળ, માત્ર જે વિચારથી થાય તે વિચારની તીવ્રતા જ
ખ્યાલમાં લેવા જેવી છે. નાને સરખે ધર્મ પણ પરિણામની તીવ્રતાએ ‘મહાન ફળ આપે છે. કેટલીક વખત ધર્મના મહાન કાર્યોમાં, અલ્પ ફળ