Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૧૩ સ
૧૪૭
તત્કાલ જન્મેલા બાળક અમ કરે છે. માળકના શરીરનું સામર્થ્ય કેટલું ? શરીર ઢીલું તે પડે જને ! શ્રીમતના એકના એક પુત્ર !. તરતના જન્મેલા .ખાલક સ્તનપાન ન કરે, ત્યાં માબાપ શુ ન કરે, સ્તનપાન તા શુ', પણ પાણી કે દવા ગળે ઉતારતા નથી, અને છેવટે મૂતિ થાય છે. તરતના જન્મેલા બાળકના દેહ સહે કેટલું... ? ખલાસ ! કુટુ'ખીએએ તે મરેલા ધારી લીધે, સ્મશાને લઈ ગયા, અને ઘાટચે. તપના અદ્ભુત પ્રભાવ દેખીને ધરણેદ્ર આવીને હાજર થાય છે. આપણને દેવતા આવવાની વાત ગમે છે, એ વાત ઉપર લક્ષ જાય છે, પણ અમ કર્યાં ઉપર લક્ષ ગયું ?, સામાન્ય લોકો પ્રભાવ તરફ જુએ છે, પરિણતિ તરફે નથી જોતા. બાળકની અટ્ટમ તપમાં અડગતા કેટલી કે જેથી ધરણેદ્ર સરખા હાજર થાય છે.
મિત્ર કેવી સલાહ આપે?
જન્મ પામેલાંને રમાડવાની રમુજ માટે સૌ દાડે છે. જન્મેલાને રમાડવામાં સૌને રમુજ આવે છે, પણ જણનારીને જન્મ આપવામાં રહેલા જોરના ખ્યાલ કોઈને નથી. તેમ કથાના, કથાના પુણ્યના પરિણામ દેખાડનાર સુદર ભાગના રસ સૌને છે, પણ એવી સુંદર સ્થિતિ ઉત્પન્ન થાય છે શાથી ?, એવી કથા રચાઈ શાથી ? એના ખ્યાલ થાય છે ?, નાગકેતુના પૂર્વભવ તરફ દષ્ટિ કરો ! એરમાન માત્તાને વશ પડેલા એ ત્યાં બાળક હતા. શત્રુ ચુલામાં શેકે એ તો દુનિયાને દેખાડી શકાય, અર્થાત્ દુનિયા દેખી શકે પણ એરમાન માતાના શેકાવાથી પડેલા ડાઘ, ડામ, થતી બળતરાનો ખ્યાલ કઈ રીતે લેાકેાને કરાવાય ? એ ભવમાં એ બાળક ઓરમાન માતાથી શેકાયા જ કર્યા છે, કંઈ પશુ ધર્મ કર્યો નથી. સુખ દુઃખનું કારણ શું છે, એની માળકને ગતાગમ કયાંથી હાય ? આ બાળકે પોતાના એક જરા માટી વયના દોસ્તને પેાતાની રાજની આફતની કથની કહી સભળાવી, પેલા પશુ હતા તો નાની વયના, પશુ આનાથી જરા મેટા, એટલે એણે સામાન્યતઃ પોતાના કુટુંબમાં સાંભળેલું યાદ રહેલ, તે આધારે આણે તેને સલાહ આપી. કુટુ ંમાં થતી સારી કે નરસી વાતચીતના લાભ અને હાનિ પરંપરાએ પણ કામ કરે છે. મનુ' કામ સલાહ આપવાનું છે. વિવેકી મિત્ર સારી સલાહ આપે છે, અને