Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૨૯
પ્રવચન ૨૧૧ મું દેવકમાં ઝઘડા નથી એમ ન માનતા. જ્યાં જર, જેરૂ, જમીન છે; ત્યાંથી અન્યાય, ઈર્ષા, ઝઘડાને દેશનિકાલ ન જ હોય. દેવકમાં પણ રગડા ઝઘડાઓ બને છે. ક્યાં સુધી બને છે?, સભામાં સિંહાસનારૂઢ દ્રને મુગટ ખસી જાય, સભા વચ્ચેથી તે મુગટ લઈને દેવતા કૃણરાજીમાં ભરાઈ જાય. જ્યાં દેવતાઓ શોધી ન શકે તેવા સ્થળે સંતાઈ જાય, પછી
જ્યારે ઇંદ્ર કપાયમાન થઈને વજ મૂકે ત્યારે એ મુગટ પાછો આવે. વથી તેમ બને તે વાત જુદી, પણ ત્યાંય એ રીતે મુગટ જવાને બનાવ બને છે. રંટ છૂટે પછી તે ગુન્હેગારને હાજર થવું જ પડે, તેમ જ મૂક્યા પછી તે દેવતા જાય ક્યાં ? દેવલેકમાં પણ આવું બને છે. દરેક ઈદ્રને લેપાલ હોય છે તે આથી સમજાશે. લોકપાલ દેવતા પણ આથી માનવા પડશે. દેવતાઓ ચેરી વગેરે દોષથી મુક્ત છે એમ ન માનતા. અરે ! ઇદ્ર ઇદ્રને પરસ્પર ઝઘડો થાય છે, વિમાનને અંગે પણ માલિકીને અંગે ઝગડો થાય છે. સૌધર્મેન્દ્ર તથા ઈશાનેન્દ્રને ઝઘડો થાય પણ તેઓ મનુષ્યની જેમ પાઈ કપાઈ મરતા નથી. ત્યાં મર્યાદા છે કે તેઓ સનકુમારને યાદ કરે, અને તે આવીને ઝઘડાને છેડે કેવી રીતે લાવે છે?, તે અગ્રે વર્તમાન.
- પ્રવચન ૨૧૧ મું वेमाणिया दुविहा पन्नत्ता, तं जहा-कप्पोववन्नग० कप्पातीतगवेमाणिय कप्पोवगा दुवालसविहा पण्णत्ता, तं जहा-सोहम्मकप्पोवग० जाव अच्चुयकप्पावगवेमाणिया ।
નારકી અને દેવે પચ્ચખાણ ન કરી શકે.
શાસનની પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે, શ્રી ગણધર મહારાજાએ રચેલ પંચમાંગ શ્રી ભગવતીજીના આઠમા શતકને પ્રથમ ઉદ્દેશ છે, જેમાં પુદ્ગલ-પરિણામને અધિકાર ચાલી રહ્યો છે. નાનામાં નાના સુવર્ણના ટૂકડામાં, તથા લગડીમાંના સુવર્ણમાં જેમ જરા પણ ફરક નથી, તેમ સ્વરૂપે જીવ માત્રમાં લગીર ફરક નથી. સૂકમ એકેન્દ્રિયને જીવ તથા શ્રીસદ્ધ મહારાજને જીવ ઉભય જીવે સવરૂપે સરખા છે, પણ ફરક પુદ્ગલને અંગે છે. પુદ્ગલ સહિત છ તે સંસારી, અને પુદ્ગલ રહિત છે તે સિદ્ધો. જીવમાં મુખ્યતયા આ બે ભેદ છે, તેમ પુદ્ગલ સહિત