Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૧૧ મું
હાથ કે દાંડે ફરતે નથી. ચેતરફ કુંભાર ચક્કર ઘુમાવતું નથી. ત્યારે ઘડે બને છે શાથી?, ઘડે બને છે વેગથી. વેગ થયો દંડથી અને ઘુમાવટથી. આખી જિંદગી સુધી જીવ કાયાદિ-વાચિક-માનસિક ક્રિયાની જે વાસના સેવે છે, તે જ વાસના અંત અવસ્થાએ આવીને ખડી થાય છે, તે જ ભાવના કામ કરે છે. જિંદગીના વ્યવસાયાનુસાર લેસ્થા–ભાવના છેલ્લે હાજર થઈ જાય છે. નવી વહુ ક્યા વર્ણની કઈ જાતિની છે, તે ઓળખાય શી રીતે ?; રંગઢંગથી, રહેણીકરણીથી, કે ભાષાના પ્રયોગથી; અથવા વાણું આદિના વ્યવહારથી “પાણીઆરામાં કે માટલામાં પાણી કેટલું છે?” એ પ્રશ્ન સાથે “બેડું કે લેટે પાણી છે” એ ઉત્તર મળે તે એ વહુ સારી વાણના વ્યવહારથી ટેવાયેલાં ઊંચા વર્ણની વહુ છે, એમ સમજવી, પણ “શીંગડાં જેટલું પાણી છે, આર જેટલું પાણી છે” એમ જે તે બતાવે, અગર બેલે તે મેચણ વગેરે હલકાવર્ણની વહુ છે એમ સમજી શકાય છે. તે જ રીતિએ આખા જીવનને વ્યવસાય તે સંસ્કાર બને છે. છેલ્લી વખતે સંસ્કાર હાજર થાય છે. કે જેને લીધે જિવને ભાવ આકાર અને દેહ-ગતિ વગેરે નક્કી થાય છે.
લેશ્યાના આધારે ભાવિ ગતિ. અંતકાલે હાજર થયેલી લેસ્થાના આધારે (જીવની) ભાવિ ગતિ સમજી શકાય છે, અને દેવતાના ભેદો માટે પણ એ જ નિયમ. કૃષ્ણલેશ્યા, નીલલેશ્વા અને કાપતલેશ્વાના યોગે નરક અર્થાત્ એ ત્રણ લેશ્યા નરકમાં લઈ જાય છે. દેવતાપણું ફક્ત તે લેવાએ આપ્યું. તે નરક આપનારી વેશ્યા ન જ ધરાવે, નરકની લેસ્થાની છાયા ન હોય, તેવી લેણ્યા એટલે શુભલેસ્થાની શરૂઆત, અને એનું નામ ચોથા તેજલેશ્યા. તેલેસ્થામાં ધર્મને પ્રયત્ન હોય, પણ પરિણાંત ઉત્તમ ન હોય. ત્યાગ વૈરાગ્ય છતાં ધ્યેયની ઉત્તમતાને અભાવ. ધર્મમાર્ગે પ્રવર્તાનારા જીવે જુદા જુદા ધર્મમાં હોય છે, અને ધર્મના વાવટા પણ જુદા જુદા હોય છે. કેઈ ઈશ્વરને જગકર્તા માની સ્વમતાનુસાર ધર્મ આચરે છે, અને કેઈ શ્રી.જનેશ્વરદેવ કાતિ -ધર્મ આચરે છે. ધર્મની લેશ્યા તે સામાન્યતઃ બધામાં હોય છે, પણ ધિર કર્તા છે” એવા વાવટ નીચે જનારા વર્ગ માટે આત્મ-દષ્ટિ તરફ કળવું મુશ્કેલ પડે છેએવા વના તેવા ધર્મના મેગે તિથી