Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૩૨
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ઠ્ઠો
તેવી જિંદગી ભાગવે જ રાખે, તેમાંથી છૂટી શકે નહિ, એ નાચ નાચ્યા જ કરે, લીધેલા વેષ ભજવ્યા જ કરે; તેમ સૌંસારની રંગભૂમિ ઉપર દરેક જીવા જુદા જુદા નાટક કરે છે. તેમ દેવતા પણ પુણ્યના ભાગવટાના તંત્રથી છૂટી શકતા નથી. ઉત્કૃષ્ટ પુણ્યનું પરિણામ ભાગવવાનું સ્થાન દેવલાક છે, આ વ્યાખ્યા સ્પષ્ટ છે.
મરણ સમયે સંસ્કારની હાજરી.
પાપ આછુ અને પુણ્ય વધારે હોય એવા કારણે મળેલું જીવન તે મનુષ્ય ગતિ, અને પુણ્ય આછું પાપ વધારે, એને ખદલે ભોગવવા મળેલુ જીવન તે તિ ચગતિ. તિર્યંચ ગતિ નામ કર્મની ગણના પાપ પ્રકૃતિમાં છે, પણ તિયંચનું આયુષ્ય બંધ પુણ્ય પ્રકૃતિમાં ગણ્ય છે. તિય ચને ભેગવટામાં પણ પાપના પરિણામને ભાગ અધિક છે, પુણ્યના પરિણામના ભાગ જૂજ છે. પુણ્ય અધિક હોય, અને પાપ ઓછાના યાગે મનુષ્યતિ મેળવાય. ત્યાંય પાપના યોગે નીચ ગાત્રાદિ મળે. પાંચેન્દ્રિયના ચાર ભેદમાં દેવતાના વિધવિધ ભેદોનું, તેના કારણેાનું નિરૂપણ ચાલી રહ્યું છે. ધ માગે વળેલા જીવામાંના ભિન્ન ભિન્ન પ્રકાર પડે છે, તે પ્રમાણે ભાગવટાને અંગે વગે પણ ભિન્ન ભિન્ન હોય જ. કાયમ ત્રિકાલ પૂજન કરતા હાય, અને તીથ યાત્રા કરતા હોય, પણ યાદ રાખવાનું છે, કે આપણે જીગલીયા કે અક ભૂમિના મનુષ્ય નથી; કે જેથી બગાસુ આવ્યુ કે ટપ મૂઆ ! આપણા માટે તે ટાંટીઆ ઘસીને મરવાનું છે. આપણે વ્યાધિમય વિષમ હાલતમાં, વેદનાની પરાકાષ્ઠા ભાગવતાં મરવાનું છે. આ વખતે ધર્મની શુભ ધ્યાનની વિચારણા શી રીતે યાદ આવે ? અંત વખતે માનસિક-વાચિક—કાયિકશક્તિ તે ખૂઠ્ઠી થઈ ગઈ હોય, ધર્મકરણી થાય શી રીતે ? ત્યારે શુ આખી જિંદગી ધ ક્રિયા કરી તે શૂન્ય ? ચમકશે નહિઁ ! એ જ વસ્તુ વિચારાય છે. એમ થાય ખરૂં કે આખું જીવન તી– યાત્રા, ધૃજા, તોધમ, સુપાત્ર–દાન, સાધુભક્તિ કરવા છતાં મરણ વખતે નવકાર ખેલવાની તાકાતના અભાવે, જિંદગીભરની પવિત્ર આચાર, વિચાર, વાણીની શૂન્યતા થાય તો શું કરવું ?, આ સ્થળે જરા વિચારણાને લક્ષ્યમાં લેવી પડશે. કુંભાર ઘડા બનાવે છે, તેને અંગે ક્રિયા જાણા છે ? કુ ંભાર ચક્ર શી રીતે કેવા વેગે ફેરવે છે? ઘડો બને છે તે વખતે કુંભારને