Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
- પ્રવચન
બાન ફર્યા પછી જીવન રહે તે શા કામનું ? જીવનની માત્રા કરતાં જુબાનમાં માત્રા વધારે છે, “જીવન” શબ્દમાં ચાર માત્રા છે, અને જુબાન શખમાં પાંચ માત્રા છે. આજના યુગમાં વાતેના તડકા દેવાય છે, જુબાન ફર્યા પછી જીવન રહે તે શા કામનું ? પરીક્ષા કરવા આવેલ દેવ દાવ ખેલે જ ગયો, માછીમારીની જાળમાં બીજા મસ્યને ન આવવા દઈને પોતે જ આવતે ગયે. માછીમાર પણ તેને છેડતે જ ગયે. આ દિવસ આમ જ ચાલ્યું. હવે વિચારે કે માછીમારની પરિણતિ કેટલી દઢ? હરિબલની વ્યવહારૂ સ્થિતિ કેવી છે? ઘરે સાંજનું અનાજ પણ નથી, જાળમાં માછલાં આવે, તે વેચે, તે દ્રવ્યથી અનાજ લાવે, ત્યારે હાંલ્લીમાં એશય તેમ છે. બાયડી પણ કુભારજા હતી.. માછીમારે કુભારજા સ્ત્રીના ડરે ઘેર જવાનું જ માંડી વાળ્યું. ઘેર ન જવું કબૂલ, ભૂખ્યા પડી રહેવું એ કબૂલ, પણ નિયમ છે, અને નિયમનું પાલન કરવું તે જ જીવન
હરિબલ જંગલમાં જાય છે, અને રાત્રે ત્યાં કઈ મંદિરમાં સૂઈ જાય છે. હવે વિચારે કે ભાગ્ય-પુણ્ય શું કામ કરે છે? એક જ માછલાને અભયદાન આપવાના નિયમમાં અડગ રહેવાના ભાગ્યને પલટો કે તત્કાલ થાય છે તે જુઓ. રાજકુંવરીને એ જ નગરના હરિબલ' નામના શ્રેષ્ઠી પુત્ર સાથે એ જ જંગલમાં એ જ સ્થળે એ જ મંદિરમાં મળવાનો સંકેત થયેલે છે, તે સંકેતાનુસાર, રાજકુંવરી રથમાં ત્યાં આવે છે, અને હરિબલ, હરિબલ!,” કહીને એમ બૂમ મારે છે. હવે જે હરિબલ આવવાને હતે, તે ન આવ્યે, શાથી ન આવ્યા? તેણે (આવનાર વણિક પત્ર) વિચાર્યું, કે “રાજકુંવરી સાથે હાસવાને વિચાર તે કર્યો પણ એમાં મારી સલામતી નથી. રાજાના હાથમાં આવ્યા તે બાયડી લેતાં બાર વાગશે, એટલે વણિકપુત્ર તે ન જ આ રાજકુંવરીએ “હરિબલ' એવી બૂમ મારી કે પેલે હરિબલ બહાર આવ્યું. રાત્રિના અંધારામાં રાજકુંવરીએ કાંઈ જોયું નહિ, જોવાની કલ્પના પણ ન જ હોય; એટલે તેણે કહ્યું કે-- બેસો! જલદી રથમાં બેસો! પેલે તે આશ્ચર્ય સાથે રથમાં બેઠો, અને કુંવરીએ રથને મારી મૂ. માછીમાર રથમાં હતું, અને કુંવરી હતી રથ હાંકનાર. ડાણાયું, કુવરીને શું , પિતાને વર્ગને, રાજ