Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
ગાળા ૧૧ ફેરફાર થાય ત્યારે મત માપવા જોઇશે. મારે અંગે વિષમ (એક) સંખ્યા જોઈએ, માટે સંખ્યા તેત્રીશની રખાઈ છે. જે દેશનું રક્ષણ કરનાર વર્ગ ન હોય તે, સબુરીબાઈની સબુરી જેવું થાય. ભરૂચમાં સબુરીબાઈનું રાજ્ય હતું. ચરપુરૂએ ખબર આપ્યા, કે શત્રુનું સૈન્ય સીમાડા પર આવે છે, મધ્યમાં આવ્યું, હેદ ભેદી નજીક આવ્યું વગેરે જણાવ્યું પણ સબુરીબાઈ તે નિરાંતે આનંદ કરે છે, અને કહે છે કે “સબુર કરે, સબુર કરે, એમ કરતાં રહ્યાં ને રાજ્ય ગુમાવ્યું. કિલા ભલેને તેર હેય, પણ લશ્કર ન હોય તે રક્ષા થાય શી રીતે ? રક્ષણ કરનાર વર્ગ હોય, તે જ વિચાર સફળ થાય. આ રીતે દેવલોકમાં પણ રક્ષકવર્ગ તરીકે
કપાલ નામના દેવતાને વર્ગ છે. માલિક, ઉમરા, વિચારકમંડલ છતાં પ્રજા, ચાકર, લશ્કર આ તમામ હોવું જોઈએ. પરચુરણ લશ્કરને સ્થાને પર્ષદાવાળા દેવે ગણાય. હકમ બજાવનારા દેવે તે આભિગિક દે. બીજા બધાની હડતાલને સરકાર કે મ્યુનિસિપાલીટી પહોંચી શકે, પરત કચરાપેટીવાળાઓની હડતાલને તેઓ પહોંચી શકે નહિ. કચરાપેટીવાળાના સ્થાને દેવલેકમાં પણ કિલિબષિયા દેવે છે. આ રીતે દેવતાના ભેદોની જ્યાં વ્યવસ્થા છે, તે કલ્પપપન્ન દેવલેક કહેવાય.
અહીં પ્રશ્ન થાય કે “ભવનપતિમાં પણ દશ ભેદો છે, છતાં વ્યંતર જ્યોતિષમાં વિચારક વર્ગ તથા લેકપાલ નથી, પરંતુ બાકીના આઠ તે છે ને? વૈમાનિકમાં કપપન્ન, કલ્પાતીત બે ભેદ છે તે પછી ભવનપતિમાં વ્યંતરમાં તે બે ભેદો કેમ નહિ?” વ્યવહારમાં પીળું સોનું લાવજે, ધેલી ચાંદી લાવજે, એમ કેઈ બેલતું નથી, કેમકે સેનામાં એકલે પીળે જ રંગ છે, ચાંદીમાં એક પેળે જ રંગ છે માટે જ્યાં વિભાગ નથી ત્યાં તેમ ભેદ પાડી બલવાની જરૂર જ નથી. ભવનપતિ વગેરેમાં વ્યવસ્થા રહિતપણું હોવાથી, ત્યાં વૈમાનિકમાં કલ્પપપન તથા કપાતીત એવા ભેદો પાડવા પડ્યા. તે સંબંધી વિશેષાધિકાર અગ્રે વર્તમાન.