Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી અગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ કે
સમકિતી મેક્ષે જાય, ત્યારે તામલિ તાપસને ફલમાં બીજે દેવલોક મળે. એક તરફ મોક્ષ, અને એક તરફ દ્વિતીય સ્વર્ગ, ફલમાં કેટલું અંતર ! અકામ અને સકામ નિર્જરા વચ્ચે મહાન અંતર છે, ૬૯ કડાકેડી જેટલી સ્થિતિ એની મેળે ભવિતવ્યતાથી, એટલે અકામ નિર્જરાના ગે તુટી, પણ એક કેડાછેડીની સ્થિતિ એમ ન તુટે, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયક વિગેરે સમ્યક્ત્વ ચૌદ ગુણસ્થાનકે છે, વિદ્યા સાધનામાં સમય વધારે નથી હોતે, પણ પૂર્વ તથા ઉત્તર સેવામાં સમય વધારે જાય છે. રસ્તામાં કચરાને લેપ લૂગડાને વળ હોય તે પિતાની મેળે ન જાય, ખંખેરવાથી જાય. અગણેતર કેડીકેડી જેટલી સ્થિતિ તે અકામ નિર્જરાથી ગઈ પરંતુ બાકીની એક કાકડી સમયની સ્થિતિ માટે તે પ્રયત્ન જોઈશે જ ક્ષેત્રમાં ધાજોત્પત્તિ માટે વૃષ્ટિ આદિ કારણ પણ રોટલે તે આપણા પ્રયત્નથી જ થવાને છે.
અરિશ જે આદિ બરાબર ધ્યાનમાં રાખે, પુરૂષાર્થથી જ મુક્તિ મેળવવાની છે.
મિશ્ર પરિણામ કયા? તમામ પુદગલેને અંગે પ્રથમ સ્વાભાવિક પરિણામ-પછી પ્રયોગ પરિણામ, પછી મિશ્ર પરિણામ. પ્રગ પરિણામને પરિણમાવ્યા બાદ જે બીજું પરિણામ થાય તે મિશ્ર પરિણામ. અનાજ રાધ્યું પછી અંદર જે કીડા ઉત્પન્ન થયા તે મિશ્ર. એ જ અનાજ રાંધ્યું ન હોત તે એ કીડા ઉત્પન્ન થાત નહિ. વ્યવહારના પદાર્થોનું આગલ આગલ પરિણામ છે. વ્યવહાર બહારના પદાર્થોનું પરિણામન્તર છે નહિપૃથ્વી, અગ્નિ, વાયુ, વનસ્પતિનું પરિણામાન્તર કર્યું ? અગ્નિ વગેરેના પુદગલનું પરિણામન્તર દેખાતું નથી. વૈક્રિય, આહાર, તજસૂ કાશ્મણ શરીરનાં શબ હેતાં નથી. દારિક શરીરને શબ છે જેથી પરિણામાન્તર મનાય.
બીજી રીતિએ વ્યાખ્યામાં ઔદારિકાદિમાંથી કઈ પણ પુદ્ગલ લે તે બધા કુદરતે પરિણુમાવેલાં પરમાણુથી લઈને (માંડીને) કાર્માણ સુધી સ્વભાવે પરિણમેલાં પુદ્ગલે લઈને એકેન્દ્રિયાદિ જીવોએ શરીર, ભાષા, મન, શ્વાસે શ્વાસ, કર્મ રૂપે પરિણુમાવ્યા. સ્વભાવે પરિણમેલાને જીવે