Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આરામોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ જો પિલા શવ્યાપાલકના કાનમાં ગરમ (તપાવેલું) સીસું રેડયું હતું, તે કર્મને વિપાક ઉદયરૂપે અહીં હાજર . “કર્મ ન છુટેરે પ્રાણીયા ગાઓ છેને! હવે જે કર્મનું ફલ દશ ગુણું, સે ગણું, અનેક ગણું, ક્રોડાકોડ ગણું જોગવવાનું હોય ત્યાં શરીર એવું હોવું જોઈએ કે જે વેદનાથી છૂટી શકે નહિં, મરી શકે નહિ. એવું શરીર નારકમાં છે. - બીજાને ત્રાસ, દુઃખ, સંતાપ, મૃત્યુ આપ્યા કરવાથી તેના ફલરૂપ જોગવવાનું ભવાંતરરૂપ સ્થાન જેમ માનવું પડે. એ સ્થાન જ નરક, તેમ બીજાને સુખ શાંતિ આરામ આપવાથી ભવાંતરમાં સેંકડે, હજારો વર્ષો સુધી શાંતિ આપનાર સ્થાન પણ માનવું જોઈએ જ, અને તે સ્વર્ગ એટલે દેવલે લાખો ગુણ સમય સુધી શાતા ભોગવવામાં અડચણ ન આવે તેવું સ્થાન વર્ગ છે. દેવલેક તથા નારકી ગતિ, બને બુદ્ધિગમ્ય છે જ, માનવાં જ પડે તેમ છે. તીવ્રપાપ પણ મનુષ્ય કરે છે. દેવકને લાયક પુણ્ય પણ મનુષ્ય કરે છે. એકેન્દ્રિય, બેઈન્દ્રય, તેઈન્દ્રય, ચોરિય આ ચાર જાતિમાંથી એક પણ જાતિ એટલે કે ચારે ય જાતિ દેવલેકે કે નરક જતી નથી, એટલે કે એ જાતિમાં એવા પાપ-પુણ્ય થઈ શક્તાં નથી, થતા નથી નરકે કે દેવકે પંચેન્દ્રિય જ જાય, મનુષ્યને તિર્યંચ પંચેન્દ્રિય તેવાં પુણ્ય કે પાપ કરી શકે અને દેવક મેળવી શકે અગર નરકે જવું પડે દેવ, મનુષ, તિર્યંચ, નારકીએ પરિણાવેલા પુદ્ગલમાં પેટભેદે છે કે નહિ. તેને અંગે પરિણામની વિચિત્રતા છે કે નહિ તે સંબંધ અગ્રે વૃર્તમાન..
પ્રવચન ૨૦૧ સું બુદ્ધિશાળી પુરૂષની દ્રષ્ટિ ફલ તરફ હોય છે. જીવ સૂક્ષ્મ પુદગલેને હણ કરી શકતા નથી.
શાસનની સ્થાપના પ્રસંગે, ભવ્યાત્માઓના હિતાર્થે શ્રી ગણધર મહારાજાએ રથેલી દ્વાદશાંગીમાંના પંચમાંગમાં શ્રી ભગવતીજી સૂત્રના
અષ્ટમ શતકના પ્રથમ ઉદ્દેશાને અધિકાર ચાલુ છે, આપણે પ્રથમજ એ વિચારી ગયા કે પુદ્ગલ વિચાર એ જૈન શાસનની જડ છે. પુદ્ગલે મુખ્ય ત્રણ પ્રકાર છે, જેમાં જગતને વ્યવહાર પ્રગપરિણત પુદ્ગલને આભારી છે. મૂળથી તેનું ઉત્થાન જેવે કરેલું નથી. પૃથ્વીકાયના જીવે