Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૨૨
શ્રી અગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ હો
પરિણામની આવી ઉટ અસર સંખ્યાતા સાગરોપમે થાય. બાકી રહેલ એક કેડીકેડી સાગરોપમ એટલે સમય રહે ત્યારે જ ગ્રંથભેદ થાય. એ શાસ્ત્રસિદ્ધ નિયમ છે કે છેલ્લે એક કોડાક્રોડ સાગરોપમ એટલે સમય બાકી રહે ત્યારે તે ગ્રંથીનું સ્થાન ભેદે છે, માટે ગ્રંથભેદ પછી સમ્યક્ત્વ, પછી દેશવિરતિ, પછી સર્વવિરતિ, પછી ઉપશમશ્રેણિ અને પછી ક્ષપકશ્રેણિ. સમ્યક્ત્વ પામ્યા વિનાના સમયની–મિથ્યાત્વ હોય તે વખતની કરણી ને સર્વથા નિષ્ફળ મનાય, તે ગ્રંથી પ્રદેશ સુધી આવવાનું બને જ નહિ. મિથ્યાત્વી સમકત બને જ નહીં. મિથ્યાત્વીઓને પણ દેવેક ન મળે તેમ નથી. દયાથી, ક્રોધાદિની મંદતાથી, બ્રહ્મચર્ય પાલનથી દેવ કાદિ મળે છે. એ કરણી નકામી નથી જતી. શું વ્રતની કરણી નકામી જાય? ના. મિથ્યાત્વી છની ધર્મકરણી નકામી જતી જ નથી. કદાગ્રહ યુકત કરણી પુણ્ય બંધાવે, પણ મોક્ષમાર્ગમાં આગળ ન વધવા દે. પુણ્ય ભેગવવાનાં સ્થાને ભવનપતિ આદિ દેવકના દેવેને માનવા જ પડશે. જેમનું રહેઠાણ વિમાનમાં છે, જેમને વિમાનની શ્રેણિઓની માલિકી છે, એવા દેવતાઓનું નામ વૈમાનિક દે છે. હવે તેના ક્યા ભેદ છે તે વગેરે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૨૧૦ મું ભિન્ન ભિન્ન દેવકે જવાનાં કારણે जोइमीआ पचधिहा पन्नत्ता, तजहा
नंदविमाणजोतिसिय, जाष ताराविमाणजोतिसियदेष०, પુદગલાનંદીને આત્મીય-સૂખની છાયા પણ સમજવી કઠીન છે
શ્રીતીર્થકરદેવે જગતના પ્રાણીને તારવાની બુદ્ધિ અનેક ભવથી કેળવે છે, અને કેળવતાં કેળવતાં તથાવિધ ઉત્કૃષ્ટ સામગ્રી આદિ મેળવે છે. તીર્થંકરપણું એ અનેક ભવની કમાઈ છે. મારે તમારો મ g કમમાં કમ ત્રણ ભવ તે ખરા જ. શાસ્ત્રકાર–મહારાજા કહે છે કે શ્રી શ્રી તીર્થંકરદેવની દરેક પ્રવૃત્તિ જીવના કલ્યાણ માટે છે. તીર્થંકરના ભવમાં તેઓ ગૃહ તજે, સંયમ લે, ઉપસર્ગાદિ સહે, યાવત્ દેશના દે; એ તમામ