Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૧૦ મું
૧૨ ગ્રહણ કરે છે, અને લુગડું પોતાનાથી દેતું પાણી ચૂસે છે. સૂકા કરતાં ભીના કપડાનું તેલ દેઢું બમણું થાય છે. ધાતુ તે પાણીમાં ડૂબ્યા છતાં પણ, પાણીમાં રહ્યા છતાં એક ટીપાને પણ ગ્રહણ કરતું નથી. જ્યાં સિદ્ધ મહારાજ બિરાજે છે ત્યાં તમામ પ્રકારનાં પુદ્ગલો છે, અર્થાત્ ઔદારિકાદિ તમામ પુદ્ગલે છે, પરંતુ સિદ્ધાત્માઓ તેમાંથી એક પણ પુદ્ગલને ગ્રહણ કરતા નથી, પરિણમાવતા નથી.
મોક્ષમાં સંકડામણું કેમ થતી નથી ? કેટલાકને એ તર્ક છે કે “સંસાર અનાદિથી ચાલુ છે, અનંતા પુદગલ પરાવતો ગયા; પણ કઈ એ કાલ નથી કે જે છ મહિનામાં કેઈ મોક્ષે ન જાય. આજે ભારતમાં મેક્ષ નથી, પણ મહાવિદેડમાં તે છેને!. હવે આમ અનાદિથી છે પણ અનંતા ક્ષે જાય છે. તે પછી ૪પ લાખ જનની સિદ્ધશિલા સાંકડી કેમ થતી નથી ? જ્યાં મનુષ્યોની મેદિની જબ્બર થાય છે, ત્યાં જ સ્થળસંકોચને કારણે નવાને આવવું મુશ્કેલ પડે છે, તે સિદ્ધશિલામાં સંકડામણુ કેમ થતી નથી?
સ્થળે સ્થળે દીવા કરીએ તેથી શું તને ઉભરે હોય છે?થાય છે? તમાં ત સમાઈ જાય છે. જગતમાં એવી પણ ચીજો છે કે જેને અન્યમાં સમાવેશ થાય. પાણીમાં સાકર તથા નિમક અને સમાય છે? પાણીમાં સાકર તથા બીજા પક્ષાર્થો સમાય પણ સ્થાનની વૃદ્ધિ જરૂર, પરતુ
જ્યોત વસ્તુ એવી છે કે સમાય છતાં આવાહના વધારે નહિ, પરસ્પર સમાવેશ શક્ય છે. બેલે છે ને જેતસે અયોત મિલાઈ “સ્પર્શાદિકવાળા પદાર્થોને સમાવેશ જે માહોમાંહે કરી શકાય તે પછી આત્મા જેવી અરૂપી પદાર્થના સમવેશમાં હરકત શી ?,
પરિણામ મેગાનુસાર થાય સિદ્ધિના સ્થળમાં, સિદ્ધાત્માઓના આગમનથી ઉભરે આવતું નથી. સિદ્ધ રૂપી નથી. જે સ્થળે પુદ્ગલે છે, જ્યાં એકેનિ-નિગદના, અનંતાનંત જીવે છે, ત્યાં જ અનંતા સિદ્ધો પણ બિરાજમાન છે, ત્યાં પુદ્ગલે ચૌદ રાજલકની જેમ અહીં પણ ભરેલાં જ છે. આ સંસારી જેમાં તથા સિદ્ધ છમાં ફરક કર્યો? તે સમજી . સંસારી જીવે