Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ છે તર્કવાદી ફરી તર્કને લંબાવે છે. દુનિયામાં પ્રથમ ઊંચી ચીજ બોલાય છે. “રાજા ને પ્રજા એમ બેલાય છે. ગતિના કમમાં પ્રથમ દેવગતિ ન કહેતાં પ્રથમ નરકગતિ કેમ ગણવી? શાસ્ત્રકાર કહે છેઃ પાપને ત્યાગ કરે. પુણ્ય આદરવું, આશ્રવ છેડ, સંવર આદર એ કબૂલ, પણ પાપને છેડયા વિના પુણ્યને આદર તે આદર જ નથી. આશ્રવને પ્રથમ વિજે તે જ સંવરને આદર થઈ શકે. બુદ્ધિશાળી પુરૂષો ફલ તરફ દષ્ટિ રાખે છે. હવે તે અધિકાર કેવી રીતે તે અગ્ર વર્તામાન.
પ્રવચન ૨૦૨ મું સમ્યકત્વના પાંચ લક્ષણેઃ શમ, સંવેગ,
નિર્વેદ, અનુકંપા, આસ્તિકા. અલોક, મધમલેક, ઉદલેક એ કમ સકારણ છે.
શ્રી તીર્થ કરપ્રભુ સમર્પિત ત્રિપદીના આધારે શ્રીગણધરદેએ ભવ્યાત્માઓના ઉપકારાર્થે શાસનની પ્રવૃત્તિ સતત ચાલુ રાખવા માટે, રચેલી દ્વાદશાંગીમાંના પાંચમા અંગ શ્રીગભવતીજી સૂત્રના અષ્ટમ શતકના પ્રથમ ઉદ્દેશાને પુદ્ગલ-વિષયક અધિકાર ચાલુ છે. છેલ્લા વ્યાખ્યાનમાં છેલ્લે એ વાત હતી કે તર્કવાદીએ પૂછયું: પ્રથમ દેવગતિ ન કહેતાં નારકી ગતિ કેમ કહી? કથનમાં આ ક્રમ શા માટે? શાસ્ત્રકારે આપેલું સમાધાન પણ જોઈ ગયા, કે બુદ્ધિશાળી આત્માઓ ફલ તરફ દષ્ટિ રાખે છે. પાપને ત્યાગ કર્યા વિના પુણ્ય થઈ શકવાનું નથી, આશ્રવ મૂક્યા વિના સંવર આચરી શકાય તેમ નથી.
પંચેન્દ્રિયના ચાર પ્રકારમાં ઓછામાં ઓછા પુણ્યવાલે પ્રકાર નારકી છે, માટે પંચેન્દ્રિય જીએ પરિણાવેલા પુદ્ગલેના અધિકારમાં અત્ર પ્રથમ નારકીને જણાવ્યા. ઈન્દ્રિયની ઉત્કાન્તિની અપેક્ષાએ એકેન્દ્રિય બેઈન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય પર્યત ક્રમ જણાવ્યું. પહેલાં અલેક પછી મધ્યમ સ્થિતિને તિવ્હલેક અને પછી ઉર્વલેક છેલ્લે જણાવ્યું. પ્રાયઃ પુદ્ગલનું પરિણામ અશુભ હોય તેવા ક્ષેત્રને તિલક કહેવાય છે. તદન અશુભ નહિ. ઉદૃન ઉત્તમ નહિ તે તિથ્થક્ષેત્ર. પુદ્ગલનું પરિણામ શુભ હેય તે ઉઠવલેક. પરિણામના અધમપણ, મધ્યમપણ, ઉત્તમપણાની દષ્ટિએ