Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણ-વિભાગ ને પ્રત્યક્ષ છે. જગતમાં સુખ દુઃખ તે પ્રત્યક્ષ જ છે. સુખ દુખ કર્મકા કે ઈશ્વરદત્ત એ પ્રશ્ન પછી છે, પણ સુખ દુઃખ તે પ્રત્યક્ષ છે જ ને! દુનિયામાં પણ વ્યવહાર છે કે સંતાન બધાં સરખાં ગણવાં જોઈએ એમાં એકને બધું અપાય, એક તરફ આંખમીંચામણાં થાય છે ત્યાં તરત ભેદને આરેપ થાય છે. આ વહાલે, આ અળખામણે એમ કહેવાય છે. દુનિયા મેં પર કહે છે કે, તમે એકને વહાલે ગણે છે, એકને અળખામણે ગણે છે. ગરાસિયાને માટે પુત્ર વહાલું લાગે છે, વાણિયાને નાને પુત્ર વહાલું લાગે છે. ઈશ્વર માટે પણ જે તે એકને સુખ આપે, એકને દુઃખ આપે તો એ પણ એ ભેદ રાખે છે એમને? જે કર્માનુસાર કહીએ તે ય પ્રશ્ન પરંપરા ઊભી જ છે, તેવા તેવા કર્મોની પ્રેરણાનો પ્રેરક જે ઈશ્વર, તે ફળ જીવને શા માટે? વળી કમ જેવી ચીજનું અસ્તિત્વ થયું તે ઈશ્વરને કર્મ લાગે કે નડિ? વિધવિધ પ્રેરણા કર્યો જાય છતાં કર્મ ન વળગે? દુનિયામાં કે સજજન ઉપર “તમે પણ મારા તારાને ભેદ રાખો છો એ આક્ષેપ કરે તે તેને મરવા જેવું થાય, તે પછી ઈશ્વરને તે વહાલા અળખામણાને ભેદ હૈય? સજજને તે અપકારી પર પણ ઉપકારી હોય છે, કારણ કે એમને સ્વભાવ જ એ છે.
એક વખત એક લશ્કરી અધિકારી ચાલ્યા જાય છે. રસ્તામાં કઈક મનુષ્યને જોતાં એને કાંઈક વહેમ ગયો એટલે એ તેને સજા કરી ચાલ્યા ગયા. પાછળથી કોઈ સારા મનુષ્ય સજાના મારથી ઘવાયેલા પેલા મનુષ્યને સાજો કર્યો, ફરી એ પ્રસંગ બન્યું કે પેલા લશ્કરી અમલદાર પિતે જોડેસ્વાર મા છે તે વખતે તેને પગ પેંગડામાં કઢંગો ભરાઈ ગયે છે. ઘેડો થેભતે નથી, દેડયે જ જાય છે. એની તાકાત નથી કે પગ કાઢી શકે. જેને સજા કરી હતી એ જ મનુષ્ય અનાયાસે આવી પહોંચે છે, અને જેણે સજા કરી હતી, જેણે અપકાર કર્યો હતો, તેને પણ તે સજજન પેંગડામાંથી કાઢે છે. પેલાં લશ્કરી અમલદારને તે પિતાના સ્વભાવ મુજબ ઊલટું માઠું લાગ્યું કે જેના પ્રત્યે પોતે અપકાર કર્યો છે, તેનાથી બચાયું તેનાં કરતાં મૃત્યુ સારૂં! સજજને અપકારીને ઉપકારને માર મારે છે. ઈશ્વરમાં તેના આ ગુણ, અપકારી ઉપર પણ પણ ઉપકાર કરવાનો ગુણ ઉત્કૃષ્ટ હવે જોઈએ. જંગલી રાજ્ય પણ