Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૧૬
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ શે
નરકમાં સુધા, તૃષા, ગરમી, ઠંડી અસહ્યા છે, અને તે ત્રાહ્ય પિકરાવનાર છે. મનુષ્ય તથા તિય પણ ગરમી કે ઠંડી અમુક પ્રમાણમાં સહન કરે છે, પણ હદ બહાર થાય છે, ત્યારે કઈ હાલત થાય છે? સહન કર્યા વિના તે છૂટકો જ ક્યાં છે?, એ વાત જુદી. મુદ્દો એ છે કે નરકમાં વેદનાની પરાકાષ્ઠા છે. જેની કાયમ હત્યા કરનારાઓ એ પાપનાં ફળ કયાં ભગવે? નરકમાં. નરકગતિ આ રીતે બુદ્ધિગમ્ય પણ છે. ત્યાં શરીર પણ એવું મળે છે કે બધી વેદના સહન કરવા છતાં, છેદન-ભેદન છતાં, કાપે-મારે–બાળ-હેરે છતાં એ શરીર નાશ થાય નહિ. તાત્પર્ય એ છે કે જીવ છુટવા માંગે, મરણ ઈચ્છે, તોપણ છૂટી શકે જ નહિ, અને મેત પણ મળે નહિ. એટલે નિકાચિત આયુષ્ય તૂટે જ નહિ? જેને “નરક શબ્દથી વાંધો હોય તે નામ ગમે તે આપ પણ એવી જાતિ છે, એ માન્યા વિના ચાલે તેમ નથી.
સમ્યક્ત્વના અભાવે દેવગતિ રેકાતી નથી.
એ જ રીતે દેવલોક પણ ઉત્કૃષ્ટ પુણ્યના પરિણામ રૂપ છે. આપણે એ જોઈ ગયા કે તરતમતાનુસાર ફળમાં પણ તરતમતા છે. નિર્ધનને મળેલું નિધાન તેને ગાંડો બનાવી દે છે, માટે દેવકની અદ્ધિ છરવાવાના સામર્થ્યવાળે દેહ વગેરે જ્યાં હોય એવું સ્થાન તે જ દેવલેક. પુણ્ય બંધ સમ્યક્ત્વમાં થાય. અને મિથ્યાત્વમાં સારી ક્રિયાના ગે ન થાય એમ નથી. દયા, અનુકંપા, સત્ય, પ્રામાણિકપણું, બ્રહ્મચર્ય પાલન, અને કથા પર કાબૂ રાખે ગેર ગુણેના પરિણામે મિથ્યાત્વમાં રહેલા આત્માને પણ પુત્ર બંધન છે, જેને મેરે દેવલોક મળી શકે છે. ધર્મ, ક્રિયાદિ શભકિયાઓ નિષ્ફળ જતી નથી અને તેથી ક્રિયા ફલવતી છે, તેથી શક્રિયા શુભ ફળ આપે છે, અને અષ્ણુભ ક્રિયા અશુભ ફળ આપે છે. અભવ્ય મેક્ષ માનતું નથી, એથી એની ક્રિયા મોક્ષ માટે થતી નથી. મેક્ષ માને નહિ એટલે તે માટે હેય ક્યાંથી? તેથી તેને માણ મળતું નથી, પણ ચારિત્ર પાળે છે તેના વેગે નવગ્રેવેયક દેવક સુધી તે જઈ શકે છે, એવું આપણે માનીએ છીએ. જેવી કરણી તેવું ફળ” એમ જૈનશાસન જણાવે છે. શાળે કે, ગુરૂ દ્રોહી. એણે ભગવાન મહાવીરદેવ પર છેવટે તેને લેગ્યા પણ મૂકી. માણસને બાળી મૂકવાનું