Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૨
શ્રી આગ દ્વારા પ્રવચન-શ્રેણી વિભાગ છઠ્ઠો
ભાગ્ય ક્યાંથી? એને એવું ઊંચું પુણ્ય થાય એ સહજ છે. કેઈ વળી દેરાસરમાં જવા ઘેરથી નીકળે, પણ માર્ગમાં મિત્રો મળે, કઈમેજમજાહ મળે કે માંડી વાળે ! એ ધર્મકૃત્યને માંડી વાળે એટલે લલાટમાં પુણ્ય પણ પિતાનું આગમન માંડી જ વાળ ને! આપણે મુદ્દો પુણ્યક્રિયાના તારતમ્યને અંગે ફળનું તારતમ્ય છે. આખા દિવસ દરમ્યાન એક માણસ આંખ મીંચીને ચાલે, કીડી મંકેડી પણ ન જુએ; અને એક માણસ લીલા ફૂલની પણ જયણ સાચવીને ચાલે છે. હવે ચાલે તે બેય છે, પણ ચાલવા ચાલવામાં ય ફેર એટલે સામાન્ય ક્રિયા દ્વારા પુણ્ય–પાપના બંધમાંય ફરક પડે છે. બંધાતા પુણ્યમાં પણ તીવ્ર ભાવ, મંદ ભાવના હિસાબે પરિણામ પણ તેવું માનવું પડે.
અકામ-નિજર દેવક-વર્ગ પુણ્યથી મળે છે, પણ પુન્યાઈમાં તારતમ્ય છે. બંધાતા ઉત્કૃષ્ટ પુણ્યમાં પણ તેવી તારતમ્યતા છે. બંધાતાં ઉત્કૃષ્ટ પુણ્યમાં પણ જેવી તરતમતા તેવું ફળ સમજી લેવું. દેવલેકમાંના જણવેલા ભેદમાંથી કયે ભેદ પ્રાપ્ત થાય, તેને આધાર પુણ્યના તારતમ્યતા ઉપર છે. દેવકના મુખ્ય ચાર ભેદઃ ૧ ભવનપતિ, ૨ વ્યંતર, ૩ જ્યોતિષી; અને ૪ વૈમાનિક. સકામ નિજાને દાવ સમકિતી રાખી શકે, પણ અકામ નિજેરાને દો કે ઈજા કોઈથી રખાય તેમ નથી. જીવાદિ તોની શ્રદ્ધા ધરાવનાર સમકિતીને જાણવા માનવામાં જીવના જ્ઞાનાદિ ગુણે છે, અને તે ગુણે કર્મથી આવરાયેલા છે, એમ તે સમકિતી સારી રીતે જાણે છે. આ સમકિતી જે તપ કરે, જે ધર્મ કિયા કરે તે કર્મના આવરણના ક્ષયની દષ્ટિએ, આત્માના ગુણોત્પત્તિની દષ્ટિએ કરે. જેને આવું જ્ઞાન-ભાન નથી, તે જીવ પણ દુઃખે ભેગવે. તેનાથી જે કર્મનું તૂટવું થાય તે અકામ નિર્જરા કહેવાય. ગમે તે રીતે જેલ ભેગવનારના જેટલા દિવસે જાય તેટલા દિવસે તેની સજામાંથી ઓછા તે થાય જ છે. કર્મક્ષયની બુદ્ધિ વિના ઉદય આવેલાં પાપની વેદના ભેગવવાથી કર્મનું તૂટવું તે અકામ નિજેરા.
ભૂખ્યા-તરસ્યા મરેલો બળદ દેવ થાય છે. પાંચસેં ગાડાં ઉતારનારા બળદની વાત તે જાણે છે ને? આખા