Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૯૨
શ્રી આગદ્ધારક પ્રવચની વિભાગ દ ો એકેન્દ્રિપણામાંથી બેઈન્દ્રિયપણામાં અવાય. એ રીતિએ આગળ આગળ સમજી લેવું. આકાર દષ્ટિએ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચોરિન્દ્રયના અનેક પ્રકારે છે, પંચેન્દ્રિયના ચાર પ્રકારઃ નારકી, તિર્યંચ, મનુષ્ય ને દેવતા નારકી જેને દુખ ભોગવવાનાં સ્થાને જુદા જુદા હેવાથી ત્યાંના સાત ભેદે જણાવ્યા. નરક સાત છે. નારકી પછી તિર્યંચના ભેદો જણાવ્યા.
પંચેન્દ્રિયમાં તિચિને એક ભેદ છે. तिरिक्खजाणीयपंचिंदियपओगपरिगयाण पुच्छा, गोयमा ! तिविहा पन्नत्ता, तं जहा- जलचरपंचिंदियतिरिक्खजोणियः थलचरतिरिक्ख० पंचर्दिय० રાવાતાવહાવિચ૦..............પર્વ હરરાજા | મધ્યમસર પુણ્ય પાપનાં ફલ ભોગવવાની ગતિ તિર્યંચગતિ છે. એકેન્દ્રિયથી ચોરિન્દ્રિય પર્વતની ગતિ પણ તિર્યંચગતિ કહેવાય, પરંતુ અહીં પંચેન્દ્રિય તિર્યંચની વાત છે. જેવી પાંચ ઈન્દ્રિયે મનુષ્યને છે, તેવી જ પંચેન્દ્રિયે તિર્યંચને છે. તિર્યંચના અનેક ભેદો પ્રત્યક્ષ છે. તિવિ પત્તા એમ કહ્યું છે.
તિર્યંચોના મુખ્ય ત્રણ પ્રકારઃ ૧ જલચર, ૨ સ્થલચર ૩ અને ખેચર. જલમાં જ ઉપજે વધે છે તે જલચર, જમીન ઉપર ચાલનારા સ્થલચર, આકાશમાં ઉડનારા ખેચર. જીવનના અંતે “યા મતિ ના ગતિઃજેવી મતિ તેવી ગતિ થાય છે. જેવી લેગ્યામાં મરણ થાય તેવી વેશ્યાવાળા બીજા ભવમાં જીવ ઉત્પન્ન થાય છે. એક વખત કેવલજ્ઞાની ભગવાન્ પાસે બે શ્રાવક પિતાના ભવ સંબંધી પ્રશ્ન પૂછવા ગયા. દવાખાનાનું જ્યાં પાટીઉં હોય ત્યાં પ્રશ્ન દવાને લગતે કે વ્યાધિને લગતે હોય ? વકીલને ત્યાં પ્રશ્ન કાનૂની હોય. જ્ઞાની પાસે તે ધર્મ સંબંધ જ પ્રશ્ન હોય કે મારે ઉદ્ધાર ક્યારે એને મોક્ષ વિના અન્ય પ્રશ્ન હોય જ નહિ. સુલસા પર પ્રસન્ન થયેલ દેવે વરદાન માગવા કહ્યું. સુલસાએ શું માંગ્યું હતું? માગવામાં પણ બુદ્ધિ જોઈએ. કાછીઆને ત્યાં તુરીયાં, ભીડ મળે, ઝવેરી પાસે ઝવેરાત મળે. માગનારાઓએ સ્થાન જોઈને માગણી કરવી જોઈએ. તુલસાએ તો કહી દીધું કે “મારે જે જોઈએ છે તે તારાથી અપાય તેમ નથી.” શ્રાવક શ્રાવિકાને જોઈએ શું? મોક્ષ