Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬
ઊભા રહે છે. શ્રુતજ્ઞાનને આ મહિમા છે. આવું મહિમાવાળું શ્રુતજ્ઞાન મનના જ આધારે રહે છે. શાસ્ત્રકારોએ પણ શ્રુતજ્ઞાનને “પુના મgિ મહદ્ધિક કહ્યું છે. શ્રુતજ્ઞાન મેળવ્યા વિના કેવળજ્ઞાન છે ક્યાં? ન જ સાંપડે. કેવલજ્ઞાન એ મૂંગાએ ગોળ ખાધા જેવું છે. કેવલજ્ઞાની લેકલેક કેવલજ્ઞાનના આધારે જાણે, પણ તેને પ્રકાશ શ્રુતજ્ઞાન દ્વારા છે. સ્વપર પ્રકાશક શ્રુતજ્ઞાન છે. આવું શ્રુતજ્ઞાન મનના આધારે જ છે. શબ્દ ઉપરથી અર્થે સમજવા એ મનનું કામ છે. પ્રશ્નકારને પ્રશ્ન કર્યો કે શંકાકારની શંકા કહે, કે આ મનને અંગે જીવેને છો ભેદ કેમ ન રહ્યો? ઉત્તર એ જ કે મનની બાહ્ય રચના નથી. ઈન્દ્રિયની બાહ્ય રચના છે. આથી મનને ઈન્દ્રિની હોળમાં શી રીતે ગણાય ? ઇન્દ્રિયોને અંગે તે આત્મા તે તે ઈન્દ્રિયેના ઉપગવાળે થાય, ત્યારે તેને તેને ક્ષયપશમ થાય, પણ મનને અંગે બાહ્ય રચના જ નથી, તે ઉપકરણ પણ શી રીતે મનાય? મનની બાહ્ય રચના નથી, માટે તેને અનિનિદ્રય કહેવાય છે. મનને ઈન્દ્રિય તરીકે ગણવામાં આવ્યું જ નથી. આથી જીવને છો ભેદ કે જીવની છઠ્ઠી જાત કહેલ નથી. પંચેન્દ્રિય સિવાયના વર્ગના જેને મન નથી. કેટલાક મનવાળા, કેટલાક મન વગરના એ ભેદ પંચેન્દ્રિયમાં છે.
જયણે વગર થતી કાતીલ હિંસા.
તિર્યંચના ભેદમાં જલચરાદિ ભેદ તથા તેમાં ય સંમૂચ્છિમ અને ગર્ભજ એવા બે પ્રકાશે જણાવી ગયા. મનુષ્ય ગર્ભજ કે સંમૂર્ણિમ જ હોય, તે પણ પાંચ ઈન્દ્રિયવાળા જ હોય. જ્યણાની કેટલી જરૂર છે તે વિચાર! જ્યણ વગર કેવી હિંસા લાગે છે તેની કલ્પના કરે! કેઈએ પેશાબ કર્યો હોય તેના ઉપર પેશાબ કરે છે, પરંતુ પિશાબ, ઝાડે, ચૂંક, બળખા, શ્લેષ્મ, પિત્ત, કફ વગેરે માર્ગમાં જેમ તેમ, જ્યાં ત્યાં નાખે, તેમાં બે ઘડીમાં અસંખ્યાત સંમર્ણિમ મનુષ્ય ઉપજે છે, તેનું ભાન છે? આમાં જાણ ન સચવવાનું કર્યું કારણ છે? પેશાબ, ચૂંક, કલેઇમાદિ સૂકી જમીનમાં નાખી, તેના ઉપર ઘી ન નાખી શકે? પેશાબ, થંડીલ ઉપરાઉપરી ન કરે તે એમાં કહ્યું કષ્ટ છે? કહે કે માત્ર ઉપગની જ ખામી છે. જ્યણા ન