Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણ વિભાગ છઠ્ઠો જ છે. શાશ્વત્ સ્થિતિ, શાંતિ, સુખ માત્ર મોક્ષમાં જ છે. મોક્ષ માટે જ મોક્ષના ઉપાય છે જે હોય તે આચરવાના છે.
૨ યદિ મેક્ષ ન મેળવી શકું, તથાવિધ સાધનસામગ્રી સંગ સામર્થ્યના અભાવે, સમયના અભાવે તત્કાલ મિક્ષ ન મેળવી શકું, તે પણ દુર્ગતિમાં તે ન જ જઉં, જાઉં તે સદ્ગતિમાં જઉં.
મક્ષ જવાની ઈચ્છાવાળા માટે, સતત્ પ્રયત્ન કરનારા આત્મા માટે, સ્વર્ગ–દેવલેક એ વિસામા રૂપ છે. મહાન પુણ્યદયે મનુષ્યજીવન સદુધર્મપ્રાપ્તિ સાનુકૂલ સદ્ગતિના કારણરૂપ સઘળા સંગ સંપ્રાપ્ત કર્યો. પછી ય પ્રમાદવશાત્ સાધ્ય ન સધાય, સદ્ગતિ ન સાંપડે, મોક્ષગમનનું પ્રસ્થાન ન થાય, અને દુર્ગતિના સાધને ઊભા કરી દુર્ગતિએ જવાય, તે પછી માને કે ધમ્યું તેનું ધૂળમાં જવાનું. ગતિની કંઈનેપલી નથી. ચૌદપૂવી પણ ચૂકે તે મેળવેલું બધું ય મૂકે, અને એ પણ દુર્ગતિ પામે. અમુક પુણ્યસંચય મેગે પાછળથી ચૂકેલે આત્મા માને કે રાજાને ઘેર હાથી થાય, કે શહેનશાહને ઘેર શ્વાન થાય, ભલે એ શ્વાનને રાણના ખોળામાં બેસવા મળે, એ હાથીને સારા શણગારે સાંપડે, પણ એ આખાય ભાવમાં વળ્યું શું ? મુદ્દો એ છે કે એને મારી દુર્ગતિ ન થાય એ વાત લક્ષ્યમાં હેવી જોઈએ.
શ્રીમતીનું દૃષ્ટાંત. શ્રીમતી શ્રાવિકાના હૃદયની સ્થિતિ વિચારે. ડગલે ને પગલે કાર્યમાત્રમાં નવકાર ગણવા એ એનું વ્યસન છે. એમાં તેણી તન્મય છે. એમાં એને ભતર વિચિત્રકર્મસંગને લીધે તેણીને મારી નાંખવાની ઇચ્છા ધરાવે છે. એક ઘડામાં સર્પ મૂકી ઘડો બંધ કર્યો અને પ્રકાશ જ્યાં ન પહોંચે તેવા ઓરડામાં તે ઘડે રાખવામાં આવે છે, સ્ત્રીને સંહાર કરવા સજજ થયેલે શ્રીમતીને આજ્ઞા કરે છે, “ઓરડામાં રહેલા ઘડામાંથી ફૂલની માળા લાવ જે.” સતી પ્રતિવ્રતા શ્રીમતીના હૃદયમાં લેશ પણ શંકા નથી. સ્વામીની પુષ્પમાલા લાવવાની આજ્ઞા પિતાના જ ઘરમાંથી અંધારા ઓરડામાંથી પુષ્પમાલા લાવવી તેમાં ભયને અવકાશ નથી. શ્રીમતી નિઃશંકપણે તરત તે ઓરડામાં