Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ દ છે ગુનેગારે તે પોલીસના સાણસામાં સપડાતા જ નથી. પકડાયેલાઓમાંથી કેટલાય પૂરાવાના અભાવે કે લૂલા પૂરાવાથી, કે બીજા કારણે છૂટી જાય છે. કેમકે કાનૂનનું બંધારણ એવું છે કે સેંકડે ગુનેગારે છૂટી ભલે જાય, એક નિર્દોષ માર્યો ન જ જોઈએ આથી આ જગતમાં આવાઓ ફાવી જાય છે, પણ તેવાઓ માટે કુદરતે બીજુ જગત નિમેંલું જ છે સત્તા (રાજ્યની સત્તા) કાંઈ જીવ માત્રને તમામ ગુનેગારને જોઈ શકતી નથી. રાજ્ય રક્ષણના હેતુથી તેના કાયદાઓ છે. સ્વાર્થને અંગે નિયત થએલા કાયદા માટે કુદરત અનુકૂલ ન હોય. ભયંકર પાપીઓ કે જેઓ આ દુન્યવી સત્તામાંથી છટકી ગયા છે, તેઓને માટે એવું સ્થાન માનવું જ પડશે, કે જ્યાં તે પાપીઓ ભોગવવા પડતા દુઃખમાંથી નાસી પણ ન શકે અને છટકી પણ ન શકે. “નારકી” શબ્દની સાથે સંબંધ નથી. નામ ગમે તે કહે પણ એવી એક સષ્ટિ છે, કે જ્યાં આવા જ જાય છે અને વારંવાર કપાય, બળે, છેદાય, ભેદાય. ક્ષેત્રકૃતવેદના, અ ચકૃતવેદના, પરમાધામતવેદના વગેરે વેદનાઓ બૂમાબૂમ કરીને ભગવે છે. નારકીમાં મરણનું દુઃખ છતાં મારી શકાય નહિ. અસંખ્યાતી વખત કપાય, છેદાય, ભેદાય પણ મરે નહિ. સખ્ત ગરમી, ઠંડી સહન કરવી પડે, મરવા ઈચ્છે પણ મરણ ન થાય. નામ ગમે તે આપ, પણ આવું એક સ્થાન છે જેને નારકી કહેવામાં આવે છે.
બીજો મુદ્દો સમજી લ્ય! સમજણમાં થયેલા ગુનાની સજા સમજણમાં ભોગવવી પડે. ખૂનના ગુનેગારને ફાંસીની સજા થાય છે. તેને ફાંસી દેતી વખતે જે ચકરી આવે, તે ફાંસી અટકે, ડેકટરને બોલાવાય, દવા થાય, પાછે તેને શુદ્ધિમાં લાવીને પછી સજા કરાય, તાત્પર્ય કે ગુને સમજણમાં થયે હેય તે સજા પણ સમજણમાં જ કરાય. સમજણમાં કરેલા ગુનાની સજાને ભેગવટો અણસમજણમાં કરાય નહિ. આથી તે નારકીને અવધિજ્ઞાન માનવામાં આવ્યું છે નારકી ત્રણ જ્ઞાનવાળા જ હિય. મન:પર્યવજ્ઞાન અપ્રમત્ત લબ્ધિધારી સાધુને હેય. કેવલજ્ઞાનવાળાને તે પાપને બંધ જ નથી. પાંચ જ્ઞાન (મતિ, કૃત, અવધિ, મન:પર્યવ, વલ)મ બે જ્ઞાન પાપથી પર છે. પાપીને, જેને ભવની રખડપટ્ટી કરવાની હેય તેને માર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાન ઉત્પન્ન થાય જ નહિ. હવે