Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
- પ્રવચન ૨૦૦ મું
-
(૭૫
બાકી રહ્યાં ત્રણ જ્ઞાન. આ ત્રણે જ્ઞાન હોય તે જ તે પાપ કરી શકે. મુદ્દો એ છે કે સમજણમાં કરેલા ગુનાની સજા સમજણમાં જ થાય, માટે નારકીને અવધિજ્ઞાન છે. નારકીનું શરીર જ એવું કે અનેક વખત છેદાય, ભેદાય, કપાય, તળાય બધુંયે થાય, અરે! કરવતથી વહેરાય, કઈ કઈ કદર્થનાઓ થાય, છતાંય જીવ જઈ શકે નહિ, અર્થાત મરે નહિ.
કુદરતને માનનારે નારકી માનવી જ પડે. નારકીમાં અહીં કરતાં અસંખ્યાત ગુણ ભૂખ, તૃષા, ટાઢ, ગરમી, તાપ છે. આ તમામ સહન જ છૂટકે, છૂટકારાને દમ પણ ખેંચાય નહિ. એવી દશા ! નારકીનું આયુષ્ય પણ લાંબુ, અને તે જ વર્ણવી ગયા તે મુજબ કરાયેલાં પાપનું ફલ ભગવાયને! કુદરતને માનતા હે તે નારકી ગતિને માન્યા વિના છૂટકે નથી. સત્તાના સાણસામાંથી છૂટી શકાય, પરંતુ કુરરતના કેપમાંથી છૂટી શકાય તેમ નથી. સત્તાના તાબામાં રહેલાઓને તે માને કે ગુનાની સજા થાય, પરન્તુ સજા દેનારા અમલદારે લાંચ રૂશ્વતથી અન્યાય કરે, કેઈને ગુને જ કરે, અને કેઈકને ફસાવીને મારે. આની સજા કયાં? સત્તાધીશોએ કરેલી ઘાતકી સજાનું ફલ મળવાનું સ્થલ માન્યા વિના ચાલશે? પાપનું ફલ ઓછામાં ઓછું દશ ગુણુ તે ભેગવવું પડવાનું જ. ક્રોડાકોડ ગુણું ફલ સમજીશું ત્યારે બંધક મુનિની ખાલ ઉતાર્યાની પરિસ્થિતિ બરાબર સમજાશે.
પૂર્વ ભવમાં કઠીંબડુ બોલવામાં રાઓ તેનું ફલ ખંધક મુનિના ભવમાં ઉદય આવ્યું. તમે કરી આવી અને છેલવામાં રાચતા હે તે સાવચેત રહેજો. પાપની ક્રિયામાં જેટલા રાઓ માચ્ચા તેટલાં ચીકણું કર્મ બંધાવાનાં. અંધક મુનિ કાંઈ જેવા તેવા નહોતા. તે ભવમાં તે મનુષ્ય મુનિ, ઉત્તમ તપસ્વી સુદઢ ક્ષમાશીલ છતાં પેલું રાચવામાગવા પૂર્વક કઠીંબડાની છાલ છોલ્યાનું બાંધેલું કર્મ ત્યાં આવીને ભેટયું અર્થાત્ ઉદયમાં આવ્યું. તેના વિપાક-ફળરૂપે એમની જીવતી ખાલ (ચામડી) ઊતારી. કેવી ભયંકર વેદના છે. ભગવાન શ્રી મહાવીર દેવને કાનમાં ખીલા ઠોકાણ! એ ભવમાં પિતે સાક્ષાત્ પ્રભુ છે. તે વખતે મુનિપણમાં છે, ધ્યાનસ્થ છે, અડગ છે, કેવલ ક્ષમામૂર્તિ છે, પરંતુ વાસુદેવના ભવમાં