Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૧૯ મું
પરિણુમાવ્યા તે મિશ્ર પરિણત બે મળ્યા તે મિશ્ર સ્વાભાવિક પરિણમ. તથા પ્રયોગ પરિણામ મળીને મિશ્ન પરિણામ.
આ વચને ગણધર ભગવાન શ્રીગૌતમસ્વામીના છે, નિરૂપણ. કરનાર શ્રીઅભયદેવસૂરિજી છે. તેમાં પણ શંકાકારને શંકા કરવાની છૂટ, છે, તેટલા માટે તે શાસ્ત્રકાર કહે છે છે કે વ્યાખ્યાતા વિચક્ષણ જોઈએ.
ગામ બહાર ગાયે ચરવા ગઈ હતી. કેઈની ગાયને પગ ભાંગે, જેથી તે ગાય ઊઠી શકી નહિ તેમ જઈ શકી નહિ. બધાની ગાયે ઘેર, આવી જેની ગાય ઘેર ન ગઈ તે બહાર જેવા નીકળે. તેણે ગાયને ઉઠાડવા માંડી પણ જ્યાં પગ જ ભાગેલે તે ઊઠે શી રીતે? તેણે ઓછે વો ગાય વેચી પૈસા ઉત્પન્ન કરવા તથા ગાય કેઈને ગળે પહેરાવવા વિચાર કર્યો. કેઈને ગાય લેવી છે? એમ એણે જેને તેને કહેવા માંડયું. કઈ મળી ગયે. તેણે ગાય જોઈ નહિ, સસ્તામાં મળે છે, ચાલીશની ગાય, વીશમાં મળે છે, ફાયદો છે એમ માની તેણે વશ રૂપીઆ ગણી આપ્યા. તે લઈ પેલે તે પસાર થઈ ગયે. પિલે ગાયને ઉઠાડવા જાય છે પણ ઊઠે શી રીતે? પેલે પિતે ઠગા” એમ હવે સમજે, પણ રૂપીઆ દેવાઈ ગયા લેનાર પસાર થઈ ગયે, હવે શું વળે? એણે પણ એ રીતે કેઈને ગળે ગાય ઓઢાડવાનો વિચાર કર્યો, એને વેચવા બેઠે. કોઈ એક બીજે ગાય લેવા આવ્યું પણ તેણે તે કહ્યું: “ગાયને જેવા દે !” પેલાએ કહ્યું “જેવાનું શું ? આ બેઠેલી છે, જેઈલે! મેં પોતે જોયા વિના, આ જેવી છે તેવી લીધી છે, તારે લેવી હોય તે લે! “પેલાએ સંભળાવી. દીધું: તારી અક્કલ ઘરેણે ગઈ હતી. મારી અક્કલ તે ઠેકાણે છે.”
તાત્પર્ય કે વ્યાખ્યાકારે શંકાકારના ખુલાસા આપવા જ જોઈએ.
શંકા કરનાર શંકા કરે છે,” પ્રયોગ પરિણામમાં તથા મિશ્ર પરિણામમાં ફરક કર્યો?”
ननु प्रयोग परिणामोऽयेवंविध एव ततः क एषां विशेष: ?, सत्यं,. किन्तु प्रयोगपरिणतेषु घिस्सा सत्यं, किन्तु प्रयोगपरिणतेषु विलसा सत्यपि न विवक्षता इति! 'विनसा परिणय'त्ति स्वभाव परिणताः ।। કેટલીક વખત અમુકની મુખ્યતા, અમુકની ગૌણતા હોય છે. એક મીલ એવી હોય કે જેમાં આવતું રૂ જીનમાં કપાસ પીલાઈને. આવેલ હયઃ એક મીલ એવી હોય કે જ્યાં ન પણ હોય.